Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

જય આપાગીગા... શુક્રવારે શ્રી આપાગીગાના ઓટલે ગુરૂપૂર્ણીમાં મહોત્સવ

ગુરૂ તો ઐસા કીજીએ જૈસે પૂનમ ચાંદ, તેજ કરે ઔર તપે નહી, આપે ઉર આનંદ... : વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોકતવિધિથી પૂજન થશેઃ ભજન, ભોજન અને પૂજન સાથે ગુરૂપૂર્ણીમા પર્વ ભાવભેર ઉજવાશેઃ સરકારી ગાઈડલાઈન અનુસાર યોજાશે કાર્યક્રમઃ સાધુ સંતો મહંતોને પધારવા આમંત્રણ આપતા નરેન્દ્રબાપુ : આપાગીગાના ઓટલે આવનાર દરેક ભાવિકને માસ્ક, સેનેટાઈઝર, સુદર્શન ઘનવટી અને ગુગળી ગોળીના પેકેટનું વિનામૂલ્યે વિતરણ કરાશે

રાજકોટઃ દરેક મનુષ્યના જીવન ઘડતરમાં જેનું મહત્વપૂર્ણ સ્થાન હોય છે તેવા પરમ આદરણીયા સદ્દગુરૂના પૂજન માટેનો મંંગલકારી અવસર એટલે 'ગુરૂપૂર્ણીમા' શ્રી આપાગીગાના ઓટલાના મહંત પૂજય નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુના સદ્દગુરૂ દેવ શ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુની અદમ્ય ઈચ્છા અનુસાર અને તેઓના આદેશ અનુસાર વર્ષ દરમ્યાન આવતા ધાર્મિક પ્રસંગો પૂજય બાપુના જણાવ્યા પ્રમાણે હવેથી શ્રી આપાગીગાના ઓટલે ઉજવવાનું નકકી કરવામાં આવેલ છ.ે તેના ભાગ રૂપે આગામી તા.૨૩ જુલાઈ શુક્રવારના રોજ ગુરૂપૂર્ણીમાનો મહત્વનો દિવસ આવી રહ્યો છે. ત્યારે શ્રી આપાગીગાના ઓટલે  સદ્દગુરૂ દેવ તેમજ શ્રધ્ધાળુ ભકતોના આસ્થા અને શ્રધ્ધાના કેન્દ્ર એવા પરમ પૂજય સદ્દગુરૂ દેવ શ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુની વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોકત વિધીથી સવારના ૮ કલાકથી પૂજન અર્ચનની શરૂઆત થશે.

સૌરાષ્ટ્રના જાણીતા ધર્મસ્થાન શ્રી આપાગીગાનો ઓટલો ચોટીલાથી રાજકોટ તરફ ૫ કિ.મી. મોલડીના પાટીયા પાસે ગુરૂપૂર્ણિમાની ભકિતમય ઉજવણી થનાર છે. તે દિવસે સવારથી જ ગુરૂ પૂજય શ્રી જીવરાજબાપુની છબીનું પુજન થશે. તેઓ સર્વદેહ પૃથ્વી પર નથી પરંતુ તેમનું જીવન સેંકડો શિષ્યો માટે પ્રેરણારૂપ છે. ભજન, ભોજન અને પૂજય સાથે ગુરૂપૂર્ણીમાની ભાવભેર ઉજવણી થશે.

શ્રી આપાગીગાના ઓટલાના મહંતશ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુએ અખબારી યાદીમાં જણાવેલ કે કે સોશ્યલ ડિસ્ટન્સ, સેનેટાઈઝેશન, માસ્ક વગેરે સહીત સરકારશ્રીની ગાઈડ લાઈનના પુરા પાલન સાથે ગુરૂપૂર્ણિમા ઉજવાશે સર્વે ભાવિકજનોએ પણ આ કોરોના ગાઈડલાઈનને અનુસરીને ઉત્સવનો લાભ લેવા માટે પૂજય નરેન્દ્રબાપુએ અપીલ કરી છે. આ સ્થાન પર છેલ્લા સાત વર્ષથી વધુ સમયથી રાઉન્ડ ધ કલોક એટલે કે ૨૪ કલાક સર્વે યાત્રાળુઓ તેમજ ભાવીકજનોને રહેવા તેમજ જમવાની નિઃશુલ્ક સેવાકીય યજ્ઞ ચાલી રહ્યો છે.

શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ (નરેન્દ્ર સોલંકી)એ જણાવ્યું હતું કે વિશ્વની દરેક જલસૃષ્ટી, પૃથ્વીસૃષ્ટી અને અવકાશ સૃષ્ટી તેમજ સજીવ અને નિર્જીવ દરેક વસ્તુમાં ઈશ્વરનો અંશ રહેલો હોય છે. આ પ્રકારની આસ્થા લગભગ દરેક મનુષ્યો અને દરેક ધર્મો સ્વીકાર કરીને ચાલી રહ્યા છે. પરમકૃપાળુ પરમાત્મા તેમજ ઈશ્વરને પામવાના દરેક વ્યકિતઓ દ્વારા અલગ અલગ પ્રકારના માર્ગ અપનાવવામાં આવ્યા છે. પરંતુ ઈશ્વર એક જ છે. તેમના નામ અલગ અલગ છે. આપણા દ્વારા જે નામથી તેઓની ભકિત કરવામાં આવે અથવા તો શ્રધ્ધા રાખવામાં આવે તે નામથી ઈશ્વરની આપણને જવાબરૂપી અનુભુતી થાય છે. આજ વસ્તુ તેની અનુભુતી છે. કારણ કે કોઈપણ વ્યકિત દ્વારા કોઈ શંકરને પુજે છે, કોઈ ગણેશને પુજે છે, કોઈ કૃષ્ણને પુજે છે, કોઈ હનુમાનને પુજ છે, કોઈમાં ગાયત્રીને પૂજે છે, કોઈ માં બહુચરાજીને પુજે છે, કોઈ ખોડલ માં ના નામથી, કોઈ ઉમીયામાંના નામથી, કોઈ ચામુંડા માતાજીના નામથી, કોઈ અંબા માના નામથી ઈષ્ટ ભકિત  કરતા હોય છે અથવા તો જેના નામ છે હજાર કયા નામે લખવી કંકોત્રી તે પંકિતને અનુસરીને જે નામથી આપણે પુજન કરીએ તે નામથી આપણે તેનો સચોટ જવાબ મળે છે. આ દરેક માર્ગમાં આગળ વધવા માટે સદ્દગુરૂની અનીવાર્યતા છે અને તે બાબત સ્વીકારવામાં આવેલ છે. સાધનાથી સફળતા માટે તેમજ પરમાત્માની પ્રાપ્તી માટે પોત પોતાના ગુરૂ જ સંપૂર્ણ પ્રેરણા સ્ત્રોત છે. સદ્દગુરૂકૃપાથી જ ઈશ્વરના દર્શન શકય છે, સદ્દગુરૂ એક એવા કર્ણધાર છે જે દુર્લભ વસ્તુ સુગમ કરી આપે છે. સંસાર સાગરમાંથી પાર ઉતારવાની શકિત સદ્દગુરૂ આપે છે.

પૂજન શ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુ તેમજ તેમના ગુરૂ શ્રી શામજીબાપુ ગુરૂશ્રી લક્ષ્મણબાપુ તેમજ અમારી આખી પરંપરા (પેઢી)માં આવા સમર્થ ગુરૂઓ હતા. તેમની પુણ્ય સ્મૃતીમાં શ્રી આપાગીગાના ઓટલે, આ વર્ષે પ્રથમ વખત પરમ પૂજય સદ્દગુરૂ દેવ શ્રી જીવરાજ બાપુ ગુરૂશ્રી શામજીબાપુ તેમજ અમારા દાદા ગુરૂ શ્રી શામજીબાપુ ગુરૂશ્રી લક્ષ્મણ બાપુનું મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ (નરેન્દ્રભાઈ સોલંકી) તેમજ તમામ ભાવિક ગણો દ્વારા સદ્દગુરૂદેવની પૂજન તેમજ અર્ચન કરવામાં આવશે. આ પ્રકારે શ્રી આપાગીગાના ઓટલે આગામી ગુરૂપૂર્ણીમાની ભવ્યાતિભવ્ય દિવ્યાતિ દિવ્ય રીતે ઉજવણી કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

ઉલ્લેખનિય છે કે શ્રી આપાગીગાનો ઓટલો છેલ્લા ૭ વર્ષથી પણ વધુ સમયથી પોતાની સેવાકીય પ્રવૃતિઓ અને ધાર્મીક સેવાની જયોતથી સમગ્ર દેશમાં વિખ્યાત છે. ૨૪ કલાક વિનામૂલ્યે ચા- પાણી, નાસ્તો, ભોજન તેમજ રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે. રોજના હજારો ધર્મપ્રેમી જનતા, યાત્રાળુઓ, યાત્રીકો, વટેમાગૃઓ, સાધુ સંતો તેમજ રાહદારીઓ આ સેવાનો કાયમ લાભ લઈ રહ્યા છે. વર્ષ દરમ્યાન  આવતા ધાર્મીક પ્રસંગો જેવા કે નવરાત્રી, દશેરા, સાતમ- આઠમ, સમગ્ર શ્રાવણ માસ, અષાઢી બીજ, દિવાળીના તહેવારો તેમજ અલગ અલગ પ્રકારના ધાર્મીક તહેવારો દરમ્યાન શ્રી આપાગીગાના ઓટલાની રંગત તેમજ માહોલ કંઈક અલગ જ હોય છે. આ તહેવારો દરમ્યાન શ્રધ્ધાળુઓ આપાગીગાના ઓટલાના દર્શનનો લાભ લેવા ઉમટી પડતા હોય છે. ભાવિકોએ લાભ લેવા નરેન્દ્રબાપુ (મો.૯૮૨૪૨ ૧૦૫૨૮) ગુરૂ શ્રી જીવરાજબાપુ દ્વારા નિમંત્રણ અપાયું છે.

(11:42 am IST)