Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

દારૂની ડ્રાઇવમાં 'દેશી' સાથે ૧૩ પકડાયા

પ્ર.નગર, ગાંધીગ્રામ, યુનિવર્સિટી પોલીસ મથકની કાર્યવાહી

રાજકોટઃ શહેરના ઝોન-૨ પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં રવિવારે દેશી દારૂની ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં પ્ર.નગર પીઆઇ એલ. એલ. ચાવડા અને ટીમે દારૂના પાંચ ગુના દાખલ કરી પાંચ આરોપીઓને ૩૩ લિટર દારૂ સાથે પકડ્યા હતાં. ગાંધીગ્રામ પોલીસ મથકના કે. એ. વાળા, ઇન્ચાર્જ એ. એસ. ચાવડા અને ટીમે  ચાર દરોડામાં ત્રણ મહિલા સહિત ચારને ૨૩ લિટર દારૂ સાથે પકડ્યા હતાં. જ્યારે યુનિવર્સિટી પીઆઇ એ. એસ. ચાવડા અને ટીમે ચાર દરોડામાં ત્રણ મહિલા સહિત ચારને પકડી ૨૬ લિટર દારૂ કબ્જે કર્યો હતો. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની સુચના મુજબ આ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં જુના નવા બૂટલેગરોને પણ ચેક કરવામાં આવ્યા હતાં. સવારના છથી આઠ સુધી ઓચીંતી આ ડ્રાઇવ યોજવામાં આવી હતી.

(1:01 pm IST)