Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

સાંગણવા ચોક અને રાજમોતી મીલ પાસેથી મળ્યા હતાં

બેભાન હાલતમાં મળેલા સાધુ અને યુવાનના મોતઃ વાલીવારસની શોધખોળ

તસ્વીરમાં દેખાતા મૃતકોના પરિચીત હોય તો એ-ડિવીઝન અને થોરાળા પોલીસનો સંપર્ક કરવોઃ એકના હાથે ઓમ અને બીજાના હાથે અંગ્રેજીમાં એમએસ ત્રોફાવેલા છે

રાજકોટ તા. ૧૯: શહેરના સાંગણવા ચોકમાં અજાણ્યા આશરે ૫૦ વર્ષના પ્રોૈઢ બેભાન પડ્યા હોઇ ૧૦૮ને જાણ થતાં ઇએમટી પરેશભાઇએ તપાસ કરતાં તે મૃત્યુ પામ્યા હોઇ પોલીસને જાણ થતાં એ-ડિવીઝનના પીએસઆઇ એસ. એચ. નિમાવત સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતકે શરીરે લાલ-પીળા રંગના કાપડની પોતડી બાંધી છે. ડોકમાં જયશ્રીરામ લખેલુ પનીયુ તથા સફેદ કલરનું પનીયું રાખેલુ હતું. તેમના જમણા હાથે ઓમ ત્રોફાવેલુ છે. માથે લાંબા વાળ-લાંબી દાઢી છે અને સાધુ જેવા દેખાય છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ, પરિચિત હોય તો એ-ડિવીઝન પોલીસનો ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

જ્યારે અન્ય બનાવમાં ભાવનગર રોડ પર રાજમોતી પાસે મયુરનગર-૫માંથી આશરે ૩૫ થી ૩૮ વર્ષનો યુવાન શનિવારે બેભાન મળતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તેને તબિબે મૃત જાહેર કર્યો હતો. મૃતકે બ્લુ રંગનો શર્ટ અને બ્લુ જીન્સ પહેરેલુ છે. તેના જમણા હાથના કાંડા પાસે અંગ્રેજીમાં 'એમએસ' ત્રોફાવેલુ છે. બીજી તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ સગા સંબંધી હોય તો થોરાળા પોલીસનો ફોન ૦૨૮૧ ૨૩૮૯૫૫૧ ઉપર સંપર્ક કરવો. પીએસઆઇ એચ.આર. હેરભા વધુ તપાસ કરે છે.

(1:02 pm IST)