Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ડો. ઉર્વી સંઘવી દ્વારા અનમોલ ન્યુબોર્ન કેર ખાતે નવજાત શિશુ માટે ખાસ વેન્ટીલેટર ઉપલબ્ધ

રાજકોટ તા. ૧૯ : રાજકોટમાં છેલ્લા ૧૧ વર્ષથી સેવા આપી રહેલ ડો. ઉર્વી સંઘવી જેઓ ગુજરાતના પ્રથમ ડી.એન.બી. કવોલીફાઇડ નીયોનેટોલોજીસ્ટ છે. તેમણે શરૂ કરેલ અનમોલ ન્યુબોર્ન કેર ખાતે અગ્રેસર ડ્રેગર કંપનીએ ગુજરાતનું પ્રથમ અત્યાધુનીક વેન્ટીલેટર પ્રસ્થાપિત કરેલ છે.

આ પ્રકારના અત્યાધુનિક મશીન વડે અધુરા મહિને જન્મેલ એવા ૪૫૦ ગ્રામ જેટલા ઓછા વજનના નવજાત શિશુથી ૨૦ કિલો સુધીના બાળકોને વેન્ટીલેટ કરી શકાય છે. અત્યાર સુધી કોઇપણ દર્દીને વેન્ટીલેટર ઉપર મુકવા માટે શ્વાસનળીમાં ટયુબ મુકવી જરૂરી હોય છે. પરંતુ આ અત્યાધુનિક મશીનમાં બાળકની શ્વાસનળીમાં ટયુબ મુકયા વગર વેન્ટીલેટર ઉપર મુકી શકાય છે. જેના લીધે શ્વાસનળી અને ફેફસાની ઇજા ઘટાડી શકાય છે. આ સિવાય આ અલ્ટ્રામોર્ડન વેન્ટીલેટર ૧ મીનીટમાં ૬૦૦ વાર શ્વાસ આપી શકે છે જેને હાઇફ્રિકવન્સીની સીસ્ટમ કહેવાય છે એ પણ ઉપલબ્ધ છે. એટલે જ આ વેન્ટીલેટરને ૩ ઇન ૧ હાઇબ્રીડ-વેન્ટીલેટર કહેવાય છે. અને તે નવજાત શિશુઓની સારવારમાં ઘણીવાર ખૂબ જ જરૂરી હોય છે. ડો. ઉર્વી સંઘવી કે જેઓ પોતાના એમ.બી.બી.એસ. અને એમ.ડી. પીડીયાટ્રીકસના અભ્યાસ બાદ નવજાત શિશુની સારવારમાં સર્વોચ્ચ ડી.એન.બી. (નીયોનેટોલોજી)ની ડીગ્રી મેળવનાર ગુજરાતના પ્રથમ ડોકટર છે. તેમણે આ ડિગ્રી ભારતના પ્રથમ હરોળના નીયોનેટોલોજીસ્ટ ડો. કે.કે.દીવાકરના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૧૦માં કોચીનથી પ્રાપ્ત કરી છે.

છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી તેઓ રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલ અને ત્યારબાદ સતનામ હોસ્પિટલમાં ફરજ બજાવી ચુકયા છે. હાલમાં જ તેમના નેજા હેઠળ તૈયાર થઇ કાર્યરત થયેલ અનમોલ ન્યુબોર્ન કેરમાં જ્યારે વેન્ટીલેટર લેવાનું થયું ત્યારે ડ્રેગર કંપનીના સીનીયર મેનેજર વિરલભાઇ અને સેલ્સ મેનેજર અંકિતભાઇએ આ અત્યાધુનિક મશીન વિશે તેમને જાણ કરી તો તેમણે મશીનની વિશેષતાઓ બિરદાવી ગુજરાતનું પ્રથમ મશીન રાજકોટ ખાતે લેવાનો સંકલ્પ કર્યો અને આજે એ મશીન અનમોલ ન્યુબોર્ન કેર, એમ્બીશન બિલ્ડીંગ, રાજનગર ચોક, નાના મૌવા રોડ, રાજકોટ ખાતે કાર્યરત થઇ ચુકેલ છે. જે સમગ્ર રાજકોટ માટે ગૌરવપ્રદ છે.

તેઓ ત્યાર સુધીમાં ૭૦૦૦થી વધુ નવજાત શિશુઓની સારવાર કરી ચુકયા છે અને ૨૦૧૦માં હાઇફ્રિકવન્સી વેન્ટીલેટર શરૂ કરવાનો શ્રેય પણ તેમને જાય છે. તાજા, અધુરા મહિને અને ઓછા વજનના જન્મેલ બાળકોની સારવાર, કમળો, શ્વાસની તકલીફ, હૃદયરોગ, મળ પી જવુ, લોહીમાં રસી, વજન ન વધવુ, દૂધ લેવામાં તકલીફ જેવી તકલીફો માટે ડો. ઉર્વી સંઘવી વિશેષ તાલીમ ધરાવે છે. તેઓ અનેક રાષ્ટ્રીય કક્ષાના સેમીનારમાં તાલીમ આપી ચૂકયા છે.

(3:22 pm IST)