Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

જંકશનમાંથી ઉમેદ ઉર્ફે ગાંડો ચોરાઉ બાઈક સાથે પકડાયો

રાજકોટ, તા. ૧૯ :. જંકશન મેઈન રોડ ગેબનશાપીરની દરગાહ પાસેથી પ્ર.નગર પોલીસે એક શખ્સને ચોરાઉ બાઈક સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલની સૂચનાથી પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.વી. બોરીસાગર, એએસઆઈ ચંદ્રસિંહ ઝાલા, હેડ કોન્સ. કલ્પેશસિંહ, કોન્સ. આનંદભાઈ તથા લોકરક્ષક રસીકભાઈ સહિતે જંકશન મેઈન રોડ પર ગેબનશાપીરની દરગાહ પાસેથી ઉમેદ ઉર્ફે દાણીયો ઉર્ફે ગાંડો આમદભાઈ વિરાણી (ઉ.વ. ૨૬) (રહે. ન્યારા ગામ, તા. પડધરી)ને જીજે ૩ એફએસ ૪૪૧૯ નંબરના ચોરાઉ બાઈક સાથે પકડી લીધો હતો.

(3:26 pm IST)