Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

રંગીલા સોસાયટીમાંથી અજય ઉર્ફે મહારાજ અને શાહુલ બે ચોરાઉ એકટીવા સાથે પકડાયા

કુવાડવા પોલીસનો દરોડોઃ અજય હત્યામાં અને શાહુલ ચીલઝડપ અને બાઇક ચોરીનાં પાંચ ગુનામાં સામેલ

રાજકોટ, તા.૧૯: નવાગામ રંગીલા સોસાયટીમાં આવેલ સોમનાથ રેસીડેન્સી પાસે કુવાડવા રોડ પોલીસે બાતમીના આધારે બે રીઢા તસ્કરને બે ચોરાઉ એકટીવા સાથે પકડી લીધા હતા. મળતી વિગત મુજબ નવા ગામ રંગીલા સોસાયટીમાં સોમનાથ રેસીડેન્સી પાસે બે શખ્સો બે ચોરઉ એકટીવા સાથે ઉભા હોવાની કુવાડવા પોલીસ મથકના હેડ કોન્સ અરવીંદભાઇ, કોન્સ વિરદેવસિંહઅને સતીષભાઇને બાતમી મળતા પીઆઇ.એન.એન.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ રંગીલા સોસાયટીમાં સોમનાથ રેસીડેન્સી પાસેથી નવાગામ આણંદ પર પંચાયત ઓફીસ પાસે શેરી નં.૧ તથા દિવેલીયાપરાના અજય ઉર્ફે મહારાજ જીણારામભાઇ દુધરેજીયા (ઉ.વ.૨૬) અને નવાગામ આણંદ પર મામાવાડી કવાર્ટર નં.૩૫૭ને જીજે. ૩એચ.પી-૩૯૬૭ અને શાહુલ ઇસ્માઇલ શેખ (ઉ.વ.૨૩) (રહે. આણંદપર)ને જીજે.૩ઇએન.૮૮૬ નંબરના બે ચોરાઉ એકટીવા સાથે પકડી લીધા હતા. પુછપરછમાં એક એકટીવા કેવડાવાડી શેરી નં.૨૧ના ખુણા પાસેથી અને બીજા એકટીવા મયુરનગર મેઇન રોડ માણેક પાર્ક એપાર્ટમેન્ટની સામેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે બંને એકટીવા કબ્જે કર્યા હતા. અન્ય ઉર્ફે મહારાજ દુધરેજીયા અગાઉ હત્યામાં અને  શાહુલ શેખ અગાઉ વાહન ચોરી અને ચીલઝડપ સહિતના પાંચ ગુનામાં પકડાઇ ચૂકયા છે.

(3:27 pm IST)