Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ઘર પાસે સિગારેટ પીવાની ના પાડતાં હર્ષ અને માતા અનસુયાબેન પર હુમલો

રણુજા મંદિર પાસે સંતોષ પાર્કમાં બનાવ : બીજા બનાવમાં મવડી ચોકડીએ રિક્ષાચાલક વિજયને ઘૂસ્તાપાટુ

રાજકોટ તા. ૧૯:  કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાસે સંતોષ પાર્ક-૧માં રહેતા અનસુયાબેન મુકુંદભાઇ દેવમુરારી (ઉ.૫૧) અને તેના પુત્ર હર્ષ (ઉ.૨૧) પર પડોશી મયુર અને તેની સાથેના શખ્સોએ હુમલો કરી માર મારતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

પ્રાાથમિક પુછપરછમાં હર્ષએ જણાવ્યું હતુું કે પડોશી મયુર સાથે ગઇકાલે ઘર પાસે સિગારેટ પીવાની ના પાડવા મામલે  ઝઘડો થયો હતો. જેનો ખાર રાખી આજે હુમલો કરાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે  આજીડેમ પોલીસ મથકમાં એન્ટ્રી નોંધાવી હતી.

બીજા બનાવમાં રખડતું જીવન જીવતાં રિક્ષાચાલક  વિજય પરષોત્તમભાઇ વાળા (ઉ.વ.૪૨)ને સવારે અગિયારેક વાગ્યે ૧૫૦ રીંગ રોડ મવડી ચોકડીએ હતો ત્યારે હરભોલે પાન નજીક અજાણ્યા શખ્સે ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.

(3:28 pm IST)