Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

આમ આદમી પાર્ટી મહિલા પાંખ દ્વારા રાંધણગેસના ભાવ વધારા સામે રેલી

રાજકોટ : આમ આદમી પાર્ટી શહેર એકમના મહિલા મોરચા પાંખ દ્વારા જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના અને રાંધણગેસના ભાવ વધારાથી મધ્યમ વર્ગ અને સામાન્ય માટે કમરતોડ ભાવ વધારાના કારણે જીવન નિર્વાહ કરવું ખૂબ જ મુશ્કેલ હોય અને ગૃહિણીઓનું બજેટ ખોરવાતુ હોય આ બાબતે શાસકપક્ષનું ધ્યાન દોરવા અને સામાન્ય જનતાને ભાવ વધારા અંગે એક જુથ થઇને રજુઆત કરવાની પ્રેરણા મળે તેવા પ્રયાસ તેવા પ્રયાસ સાથે એક રેલી યોજવામાં આવી હતી. આદમી પાર્ટી શહેર એકમની મહિલા પાંખના પ્રમુખ રાજલબેન ગઢવી અને ઉપપ્રમુખ -હંસાબેન સી.ધમ્મર, ગીતાબા જી.જાડેજા, એડવોકેટ ખેરૂનબેન એ.ભુવડ, સંગઠન મહામંત્રી, તનુજાબેન ડી.દોશી, મહામંત્રી -હર્ષાબેન શેઠ, મંત્રી - અર્ચનાબેન ડી.કથીરીયા, એડવોકેટ જાગૃતિબેન બી. પરમાર, એડવોકેટ પુનમબેન સી. આગોલા, મોસમીબેન એચ.કલ્યાણી તથા શ્રધ્ધાબેન પુજારા, ધ્વનિબેન કાનાબાર, પન્નાબેન જોષી, અલ્પાબેન પટોડીયા, ચાંડપા નીતાબેન, મકવાણા ચકુબેન, વાઘેલા લાભુબેન, સોંદરવા જશુબેન, જયશ્રીબેન સાગઠીયા, અરૂણાબેન ચૌહાણ, કૈલાશબેન ચૌહાણ, ચંદ્રીકાબેન ખુંટ, કનુબેન ધુવાણી, જયશ્રીબેન પંચાસરા, મૌશમીબેન કલ્યાણી, મીનાબેન, રીટાબેન કથીરીયા, દિવ્યાબેન કથીરીયા તથા તમામ વોર્ડના બહોળી સંખ્યામાં મહિલાઓ એકત્રીત થઇ આ કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

(3:30 pm IST)