Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

અગ્રણી બિલ્ડર સ્વ. યુવરાજસિંહ રાણાની પ્રથમ પૂણ્યતિથિએ કાલે મહારકતદાન કેમ્પ

બિલ્ડર્સ એસો.ના પૂર્વ ઉપપ્રમુખ - હરીદ્વાર હાઈટ્સ - સુવર્ણ ભૂમિ ગ્રુપના : શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપ અને હરીદ્વાર ગ્રુપના સંયુકત ઉપક્રમે આયોજન

રાજકોટ, તા. ૧૯ : રીયલ એસ્ટેટ ક્ષેત્રે અતૂટ વિશ્વાસનું સંપાદન કરનાર રાજકોટ બિલ્ડર એસોસીએશનના પૂર્વ ઉપપ્રમુખ અને જાણીતા બિલ્ડર યુવરાજસિંહ બલભદ્રસિંહ રાણાની ચીર વિદાયને આવતીકાલે એક વર્ષ પૂરૂ થાય છે. સ્વ. યુવરાજસિંહ રાણાની પ્રથમ પૂણ્યતિથિએ પરિવાર અને મિત્રવર્તુળ દ્વારા આવતીકાલે તા. ૨૦-૭ના સવારે ૮ થી ૨ દરમિયાન સ્થળ : હરિદ્વાર હાઈટ્સ, નાના મૌવા મેઈન રોડ, શાસ્ત્રીનગર નજીક રાજકોટ ખાતે યોજાયેલ છે.

યુવરાજસિંહ બલભદ્રસિંહ રાણા બાલ્યકાળથી જ ખૂબ મહેનતુ અને કંઈક કરી છૂટવાની અદમ્ય ઈચ્છા ધરાવતા હતા. સાદગીપૂર્ણ જીવન પરંતુ ઉચ્ચ વિચારને આત્મસાત કરનાર યુવરાજસિંહજી રાણાએ રાજકોટમાં હરિદ્વાર ગ્રુપ, સુવર્ણ ભૂમિ ગ્રુપમાંના સહિત અનેક મોટી ઈમારતોનું નિર્માણ કર્યુ છે.

આ રકતદાન કેમ્પમાં કાલે અનેક સામજીક, શૈક્ષણિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે. રકતદાન મહાદાન દ્વારા યુવરાજસિંહ રાણાને પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિએ સેવાયજ્ઞથી તેમના સુપુત્ર પૃથ્વીરાજસિંહ રાણા અને કર્મરાજસિંહ રાણા સહિતના પરિવારજનોએ આયોજન કર્યુ છે.

થેલેસેમીયાગ્રસ્ત બાળકો, કેન્સર, કિડનીના દર્દીઓને તથા અન્ય જરૂરીયાત મંદ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળી રહે તેવા શુભ આશયથી સ્વ.યુવરાજસિંહજી બલભદ્રસિંહજી રાણા કે જેઓ અજાતશત્રુ હતા. મિલનસાર સ્વભાવ ધરાવતા હતા. બહોળુ વ્યકિતત્વ ધરાવતા હતા, તેઓ હરિદ્વાર ગ્રુપ, સુવર્ણ ભૂમિ ગ્રુપ, બિલ્ડર એસોસીએશનના આધારસ્તંભ, ક્ષત્રિય સમાજના મોભી હતા.

પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ નિમિતે હરીદ્વાર ગ્રુપ તથા શ્રીમદ્દ રાજચંદ્ર સેવાગ્રુપના સંયુકત ઉપક્રમે તા. ૨૦ મંગળવારે સવારે ૮ થી ૨ વાગ્યા સુધી હરીદ્વાર હાઈટ્સ, મહાત્મા ગાંધી સ્કુલની સામે, નાના મૌવા રોડ, રાજકોટ ખાતે આયોજીત રકતદાન કેમ્પમાં હરિદ્વાર ગ્રુપના આર.એમ. જાડેજા, એમ.એમ. જાડેજા, હરદેવસિંહ જાડેજા, જયદીપસિંહ પી.જાડેજા, પૃથ્વીરાજસિંહ યુવરાજસિંહ રાણા, તથા શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપના વિનય જસાણી (મો.૯૪૨૮૨ ૦૦૬૬૦), વૈભવ વખારીયા, સતીષ સાગઠીયા, નલીન શાહ, સિવિલ હોસ્પિટલ બ્લડ બેન્કના એમ.ડી. પેથોલોજીસ્ટ ડોકટર્સની ટીમ તથા રેડક્રોષની ટીમ માનદ સેવા આપશે.

અત્યારે કોરોનાના સમયમાં બ્લડની સખત અછત રહેતી હોય રકતદાતાઓને બહોળી સંખ્યામાં રકતદાન કરવા અપીલ કરાઈ છે. દરેક રકતદાતાને પ્રોત્સાહનરૂપે ભેટ આપવામાં આવશે.

(3:31 pm IST)