Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

''દીકરાનું ઘર'' વૃધ્ધાશ્રમ દ્વારા ડીસેમ્બરમાં ''વહાલુડીના વિવાહ''

માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ રર દીકરીઓના માવતર બનશે ''દિકરાનું ઘર'' ની ટીમઃ દીકરીઓના ઘરે મંડપ રોપી સાદ્દગીપૂર્ણ આયોજન થશેઃ દાતાઓના સહયોગથી ૧પ૦ થી વધૂ વસ્તુઓ કરીયાવરરૂપે અપાશે ફોર્મ વિતરણ શરૂ

સમાજથી અને ઘરથી તરછોડાયેલા નિરાધાર માવતરોની છેલ્લા રર વર્ષથી સેવા કરી રહેલું ''દિકરાનું ઘર''વૃધ્ધાશ્રમ વિવિધ સેવાકીય પ્રવૃતિથી સમગ્ર દેશ અને દેશની બહાર પ્રચલિત છે. આ સંસ્થા દ્વારા ર૦૧૮ થી માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ નિરાધાર, નિઃસહાય, લાચાર, અત્યંત ગરીબ પરિવારની દીકીરીઓના લગ્નનો અનેરો ઉત્સવ ઉજવવામાં આવે છે. વહાલુડીના વિવાહ શીર્ષક હેઠળ યોજાતી આ લગ્નોત્સવ આજે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સ્વીકૃત બન્યો છે.ચાલુ ચાલ પણ આ અદકેરૃં આયોજન હાથ ધરાયું છે. તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આગામી ડીસેમ્બર માસમાં સતત ચોથા વર્ષે વહાલુડીના વિવાહ-૪ ''દિકરાનુ ઘર'' દ્વારા અત્યંત સાદ્દગી અને છતાં ગરીમાપૂર્ણ રીતે દીકરીના ઘર આંગણે યોજાશે. ચાલુ સાલ ફરી એક વખત રર દીકરીઓને જરૂરીયાત મુજબનો સમૃધ્ધ કરીયાવર અર્પણ કરી તેના સાંસારિક જીવનમાં સુખી થાય એવા આશિર્વાદ સાથે વિદાય આપશે.  જેમાં સમાજના સુખી સંપન્ન દાતાઓનો અનેરો સહયોગ મળતો રહે છે.

સંસ્થાના મુકેશ દોશી, અનુપમ દોશી, નલીન તન્ના, સુનીલ વોરા અને કિરીટ આદ્રોજાએ જણાવ્યું કે પ્રર્વતમાન પરિસ્થિતી અને આવનારા દિવસોને ધ્યાને રાખી ચાલુ સાલ પણ રર દિકરીઓના ઘરે મંડપ રોપાશે. એક જ દિવસે એક જ સમયે અલગ અલગ જગ્યાએ રર લગ્નના મંડપનું રોપણ થશે અને અતયંત સાદ્દગી અને ગરીમાપૂર્ણ ભવ્ય-દિવ્ય વાતાવરણમાં સંપન્ન થશે. પ્રત્યેક દિકરીઓના લગ્નમાં દીકરાનું ઘર વૃધ્ધાશ્રમના પાંચ-પાંચ કાર્યકર્તાઓ હાજર રહી દીકરીને આશિર્વાદ પાઠવશે. આ લગ્નોત્સવમાં કોરોનામાં દિકરીના માતા-પિતાનું અથવા પિતાનું અવસાન થયું હોય તેવી દિકરીને તેમજ મંદિરમાં પુજા કરતા પુજારીનુ઼ અવસાન થયું હોય તેવી દિકરીને અગ્રતા આપવામાં આવશે.

આ લગ્નોત્સવમાં દીકરાનુ઼ ઘર વૃધ્ધાશ્રમ દ્વારા મહત્વનો એક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના કોઇપણ ખૂણે દેશની રક્ષા કાજે શહીદ થયેલ જવાનની દીકરીને પ્રથમ અગ્રતા અપાશે. તેમને વિશેષ રૂપે ધામધુમથી પરણાવવામાં આવશે. તેમજ સમૃદ્ધ કરીયાવર પણ ભેટ અપાશે. આવા શહીદ થયેલ જવાનની દીકરીને આ લગ્નોત્સવ સુધી પહોંચાડવા સૌથી મદદરૂપ થવા જણાવાયું છે .

વિશેષ માહિતી આપતા મૌલેશભાઇ ઉકાણી, શિવલાલભાઇ આદ્રોજા, ડો. નિદત બારોટ, પ્રતાપભાઇ પટેલ, વલ્લભભાઇ સતાણી તેમજ ઉપેનભાઇ મોદીએ જણાવ્યું કે દિકરાનું ઘર દ્વારા યોજાતા વહાલુડીના વિવાહ લગ્નોત્સવમાં પત્યેક દીકરીઓને સમૃદ્ધ કરીયાવર ભેટ રૂપે આપવામાં આવે છે. જેમાં કબાટ, પલંગ, ટીપાઇ, ગાદલું ઓશીકું, મીક્ષર, એર કુલર, પંખા, સોના-ચાંદીની નાની મોટી વસ્તુઓ, ઇમીટેશન સેટ, સંપૂર્ણ વાસણનો સેટ, રપ જોડી કપડા સહિત લગભગ ૧પ૦ થી વધુ વસ્તુઓ પ્રત્યેક દીકરીને ભેટ સ્વરૂપે આપવામાં આવશે. દીકરાનું ઘર દ્વારા જ્ઞાતિ, જાતિ ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વગર આ પ્રસંગ ઉજવવામાં આવે છે.

''દીકરાનું ઘર'' ના કુલ ૧૭૧ થી વધુ કાર્યકર્તાઓ આ લગ્નોત્સવ વહાલુડીના વિવાહ સાથે ઉમંગથી જોડાયેલા છે. દીકરાનું ઘર દ્વારા અત્યાર સુધીમાં ૬૬ દિકરીઓના લગ્ન કરવામાં આવ્યા છે. ચાલુ સાલ વધુ રર દીકરીઓને હોંશે હોંશે પરણાવવામાંઆવશે.

આ લગ્નોત્સવમાં ભાગ લેનાર પ્રત્યેક દીકરીઓને સરકાર દ્વારા મળતી સહાય કુંવરબાઇનું મામેરૃં અને સપ્તપદીના સાત ફેરા હેઠળ સમાજ સુરક્ષા ખાતા તરફથી મળતી સહાય પણ અપાવવામાં સંસ્થા મદદરૂપ થાય છે.

વહાલુડીના વિવાહ-૪ નું ફોર્મ વિતરણ તા.૧૭/૭/ર૦ર૧ થી સાંજના ૪ થી ૭ સુધી ૩૦પ, ગુરૂરક્ષા કોમ્પલેક્ષ, ભારત ટ્રાવેલ્સની બાજુમાં, ટાગોર રોડ ઉપર કરવામાં આવશે. જેમાં ફોર્મ લેવા આવનાર દીકરીએ ઉમરનુ઼ પ્રમાણપત્ર સાથે લઇ આવવું ફરજીયાત રહેશે.

સમગ્ર આયોજન યશસ્વી બની રહે, માતા-પિતાની અથવા પિતાની છત્રછાયા ગુમાવેલ આવી દીકરીઓના આશિર્વાદ મળે તેવા શુભ ભાવથી સમગ્ર પ્રસંગ દિવ્ય બને તે માટે સંસ્થાના કર્મઠ સેવકો હરેશભાઇ પરસાણા, રાશેભાઇ ભાલળા, પ્રજ્ઞેશભાઇ પટેલ, ગૌરાંગ ઠકકર, પ્રવિણ હાપલીયા, અશ્વિનભાઇ પટેલ, હરેનભાઇ મહેતા, કિરીટભાઇ પટેલ, ધર્મેશ જીવાણી, હરદેવસિંહ જાડેજા, સુનીલ મહેતા, શૈલેષ જાની સહિતના કોર ટીમના સભ્યો વ્યવસ્થા સંભાળી રહેલ છે.

આ લગ્નોત્સવને સફળ બનાવવા હાર્દિક દોશી, ડો. પ્રતિક મહેતા, શૈલેષ દવે, વિમલ પાણખાણીયા, દોલતભાઇ ગદેશા, ગુણુભાઇ ઝાલાળી, પ્રનંદ કલ્યાણી, ધર્મેશ કલ્યાણી, હિરેન કલ્યાણી, યવશંત જોશી, જિજ્ઞેશ આદ્રોજા, જીતુભાઇ ગાંધી, હરીશભાઇ હરીયાણી, મહેશ જીવરાજાની, પરીમલભાઇ જોશી, જયેન્દ્રભાઇ મહેતા, હસુભાઇ શાહ, મહેશ ભટ્ટી, દિપકભાઇ જલુ, પારસ મોદી ઉપીન ભિમાણી, સાવન ભાડલીયા, જિજ્ઞેશ પુરોહિત, ધીરજ ટીલાળા, આર.ડી.જાડેજા,ચેતન મહેતા સહિતના કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી રહેલ છે.વહાલુડીના વિવાહ લગ્નોત્સવમસાં દીકરીઓની માતાની તેમજ મોટી બહેનની ભુમીકામાં સંસ્થાની સક્રિય બહેનો ફાલ્ગુનીબેન કલ્યાણી, તેતા પટેલ, અલ્કા પારેખ, નીશા મારૂ, ડો.ભાવના મહેતા, ગીતાબેન એ. પટેલ, રાધીબેન જીવાણી, કલ્પનાબેન દોશી, કાશ્મીરા દોશી, પ્રિતી વોરા, રૂપાબેન વોરા, મૌસમીબેન કલ્યાણી, વર્ષાબેન આદ્રોજા, અરૂણાબેન વેકરીયા, કિરણબેન વડગામા, હિરલ જાની, બિન્દીયાબેન અમલાણી, ગીતાબેન કે. પટેલ, શિલ્પાબેન પી. પટેલ, ગીતાબેન વોરા,ડિમ્પલ કાનાણી, અંજુબેન સુતરીયા, દેવાંગી મોદી, દીનાબેન મોદી, હેમાબેન મોદી સહિતની બહેનોને લગ્નોત્સવને યાદગાર બનાવવા આખરી સ્વરૂપ આપશે.

(3:56 pm IST)