Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

લાયન્સ કલબ ઓફ રાજકોટ સિલ્વર દ્વારા શપથ ગ્રહણ સમારોહ : પ્રેસીડેન્ટ પદે પુનઃ રેશ્માબેન સોલંકી

રાજકોટ : લાયન્સ કલબ ઓફ રાજકોટ સિલ્વર 'ઉડાન' નો શપથ ગ્રહણ સમારોહ તાજેતરમાં મેયર ડો. પ્રદીપભાઇ ડવની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ લાયન પાસ્ટ ડીસ્ટ્રી. ગવર્નર લાયન ચંદ્રકાન્તભાઇ દફતરી, ઝોનલ ચેરપર્સન ચેતનભાઇ વ્યાસ, રિજિયોન ચેરપર્સન વિમલનભાઇ ઘોરૈયાની ઉપસ્થિતિમાં નવા બોર્ડ મેમ્બરોનો શપથ સમારોહ યોજાયો હતો. મેયરશ્રીના હસ્તે દીપ પ્રાગટય બાદ સમારોહ ખુલ્લો મુકાયો હતો. નવનિયુકત પ્રેસીડેન્ટ રેશ્માબેન સોલંકીએ શબ્દો તથા પુષ્પ બુકે આપી મહેમાનોનું સ્વાગત કર્યુ હતુ. તેઓએ ગત વર્ષની કોરોના કાળમાં થયેલ કામગીરીને સૌની સમક્ષ વર્ણવી હતી. આ તકે લાયન્સ ડીસ્ટ્રી. ગવર્નર લાયન ચંદ્રકાંતભાઇ દફતરીએ ૨૦૨૧/૨૨ ના નવા વર્ષના મુખ્ય મહેમાન મેયર ડો. પ્રદીપભાઇ ડવને 'લાયન પીન' પહેરાવીને વિશેષ સન્માન કરેલ. નવા વર્ષની લાયન્સ કલબ ઓફ રાજકોટ સિલ્વર 'ઉડાન' બોર્ડ મેમ્બરોની ટીમ જાહેર કરવામાં આવતા શ્રીમતી રેશ્માબેન સોલંકીની પુનઃ પ્રેસીડેન્ટ તરીકે તેમજ સેક્રેટરી તરીકે મહેશભાઇ નગદીયા, જોઇન્ટ સેક્રેટરી તરીકે રમાબેન હેરમા, કોષાધ્યક્ષ તરીકે અનવરભાઇ ઠેબાની વરણી કરીને શપથ લેવડાવવામાં આવ્યા હતા. બાદમાં વાઇસ પ્રેસીડેન્ટ તરીકે અનંતકુમારસિંહા, રાજેશ પ્રસાદ, કલબ મેમ્બરશીપ ચેરપર્સન તરીકે મનમોહનસિંહ નંદા, કલબ માર્કેટીંગ નીતેશભાઇ મજેઠીયા, કલબ કો-ઓર્ડીનેટર જીતેન્દ્રભાઇ વડગામા, કલબ ડાયરેકટર તરીકે સોફીયાબેન ઠેબા, ત્રિલોચના કૌર નંદા, વિજયભાઇ મહેતા, નવા બોર્ડ મેમ્બર પીનાબેન કોટકને ડીસ્ટ્રી. ગવર્નર લાયન ચંદ્રકાન્તભાઇ દફતરીએ તમામ નવનિયુકત હોદેદારોને શપથ લેવડાવ્યા હતા. આ તકે લાયન ચંદ્રકાન્તભાઇ દફતરીએ પોતાના વકતવ્યમાં આ વર્ષના ડીસ્ટ્રી. ગવર્નર વસંતભાઇ નોવાલીયાએ આપેલો મંત્ર 'સેવા એ જનસેવા'ના મંત્રને જીવનમાં ઉતારવા પર ભાર મુકયો હતો. મહેશભાઇ નગદીયાએ કલબની કામગીરી અને નવા વર્ષના પ્રોજેકટની માહીતી રજુ કરી હતી. સમગ્ર સંચાલન લાયન અનવરભાઇ ઠેબાએ કર્યુ હતુ. આ તકે જિલ્લા ભાજપ પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરૂણભાઇ નિર્મળને તેમજ સેવાના સારથી લાયન્સ મેમ્બરોને મોમેન્ટો આપી સન્માનીત કરાયા હતા.

(3:59 pm IST)