Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

જનરલ બોર્ડમાં પાંચ રેગ્યુલર અને ત્રણ અરજન્ટ દરખાસ્તો સર્વાનુમતે મંજુર

રેલનગરમાં ભારત પેટ્રોલ પમ્પ પાસેનાં ચોકનું 'સ્વ બાલસિંહજી સરવૈયા' ચોક નામકરણ તથા અર્બન ફોરેસ્ટનું 'રામવન' નામ કરવા સહિતની પાંચ દરખાસ્તનો નિર્ણય લેવાયો : આવસનું હીંગળાજનગર ટાઉનશીપ અને ચુનારાવાડ બ્રીજનું 'શ્રીરામનાથ મહાદેવ બ્રીજ' નામકરણ તથા ચિફ ફાયર ઓફિસર તરીકે ઇલેશ ખેરની નિમણુંકની દરખાસ્તો અરજન્ટ મંજુર

રાજકોટ,તા. ૧૯: આજે યોજાયેલ મ.ન.પાના જનરલ બોર્ડમાં એજન્ડામાં રહેલ પાંચ રેગ્યુલર દરખાસ્તો તથા ત્રણ અરજન્ટ દરખાસ્તો સહીત કુલ ૮ દરખાસ્તો સર્વાનુમતે મંજુર કરાઇ હતી.

જેમાં (૧) વેરા વળતર યોજનામાં સુધારો (ર) ગેબનશાહ દરગાહ પાસે જાહેર યુરિનલ દૂર કરવા (૩) ત્રણ ઇજનેરોને ઇજાફા આપવા (૪) રેલનગરમાં ભારત પેટ્રોલ પમ્પ પાસેનાં ચોકનું ''સ્વ બાલસિંહજી સરવૈયા'' ચોક નામકરણ કરવા (પ) અર્બન ફોરેસ્ટનું 'રામવન' નામ કરવા સહિતની પાંચ દરખાસ્તનો નિર્ણય લેવાયો હતો.

જ્યારે અરજન્ટ બિઝનેસથી  શહેરના વોર્ડ નં.૮માં TPનં. ૨ (રાજકોટ)ના FP નં. ૪૭૫ ના સબ પ્લોટ નં. ૪૭૫ (A) માં બનાવવામાં આવેલ આવાસ યોજનાનું 'હિંગળાજનગર ટાઉનશીપ' નામકરણ કરવા (૨) રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચુનારાવાડ વિસ્તારને જોડતા, આજી નદી પર બનાવવામાં આવેલ બ્રીજને 'શ્રીરામનાથ મહાદેવ બ્રીજ' નામકરણ કરવા અંગે (૩) રાજકોટ મહાનગરપાલીકાની 'ચીફ ફાયર ઓફિસર'ની જગ્યા માટે આખરી પસંદગી કરવા અંગે ઓફિસર્સ સિલેકશન કમિટીએ મંજુર કરેલ ઇલેશ ખેરની નિમણૂક કરવાની દરખાસ્તો મંજૂર કરાયેલ. (૨૨.૩૩)

(4:36 pm IST)