Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

બેડી યાર્ડ નજીક વાહનની ઠોકરે ૪ ગાયોના મોતઃ અરેરાટી

રાજકોટઃ મોરબી રોડ પર બેડી યાર્ડ નજીક કોઇ અજાણ્યો વાહન ચાલક એક સાથે ચાર ગાયોને ઠોકરે ચડાવી ભાગી જતાં ચારેય ગાયોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતાં. બનાવની જાણ થતાં ભરવાડ સમાજના આગેવાન કાળુભાઇ બાંભવા સહિતના લોકો તથા ગામના બીજા લોકો પહોંચી ગયા હતાં. મોતને ભેટેલી ગાયોના કોઇ માલિક નહિ હોવાનું જણાયું હતું. સોમવાર-મંગળવારની મોડી રાતે દોઢ-બે વાગ્યા વચ્ચે ડમ્પર કે પછી કોઇ બીજા મોટા ભારે વાહનના ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની શકયતા છે. આ અંગે પોલીસને કોઇ જાણ કરવામાં આવી નહોતી. તસ્વીરમાં મોતને ભેટેલી ગાયો જોઇ શકાય છે.

(1:17 pm IST)