Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

શાપર - વેરાવળની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૮ પત્તાપ્રેમી પકડાયા

૮૭ હજાર રોકડ સહિત ૬.૫૮ લાખનો મુદ્દામાલ કબ્જે : પી.એસ.આઇ. કુલદીપસિંહ ગોહિલનો દરોડો

રાજકોટ તા. ૨૦ : શાપર - વેરાવળમાં વાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૮ પત્તા પ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા હતા.

મળતી વિગતો મુજબ શાપર - વેરાવળમાં મસ્તક પોલીમર્સની આગળ આવેલ વાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા શાપર - વેરાવળના પીએસઆઇ કુલદીપસિંહ ગોહિલ તથા સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા ગોબર ગોરધનભાઇ સાંગાણી રે. ગોવિંદરત્ન સોસાયટી - રાજકોટ, જયદીપસિંહ પ્રતાપસિંહ ભટ્ટી, ભરતસિંહ શિવુભા ભટ્ટી, કિરીટ સવજીભાઇ સાંગાણી, જયેશ વલ્લભભાઇ ડોબરીયા, રઘુ બચુભાઇ ડોબરીયા, જીજ્ઞેશ ભોજાભાઇ સોરઠીયા તથા ચંદ્રેશ બાવાભાઇ પાનસુરીયા રે. તમામ વેરાવળને રોકડા રૂ. ૮૭,૫૫૦, મોબાઇલ નંગ ૮ તથા બે વાહન મળી કુલ રૂ. ૬.૫૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

આ કાર્યવાહીમાં પી.એસ.આઇ. ગોહિલ સાથે હેડ કોન્સ. રોહિતભાઇ બકોત્રા, પો.કો. માવજીભાઇ ડાંગર, રઘુભાઇ ગીડા તથા નરેશભાઇ લીબોલા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(3:02 pm IST)