Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

ભગવતીપરામાં રસ્તામાંથી સાઇડમાં ઉભા રહેવાનું કહેતાં મેરામને યોગેશે છરી ઝીંકી

સાથેના બે શખસોએ ઢીકા-પાટુનો માર પણ મારતાં સારવાર લીધી

રાજકોટ તા. ૧૯: ભગવતીપરા-૨ એકતા સોસાયટીમાં રેહતો મેરામ લક્ષમણભાઇ દેકાવાડીયા (કોળી) (ઉ.વ.૨૪) નામનો યુવાન સાંજે બાઇક હંકારી ભગવતીપરામાં બોરીચા વાડી પાસેથી પસાર થતો હતો ત્યારે યોગેશ નામના શખ્સે ઝઘડો કરી છરીથી ઇજા કરતાં અને તેની સાથેના બે શખ્સોએ ઢીકા-પાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. મેરામના કહેવા મુજબ પોતે સ્ટાર ચેમ્બર્સની ઓફિસમાં પ્રાઇવેટ નોકરી કરે છે. ઘરે જતો હતો ત્યારે રસ્તામાં યોગેશ અને બીજા શખ્સો વચ્ચોવચ્ચ ઉભા હોઇ તેને જરા સાઇડમાં ઉભા રહેવાનું કહેતાં ઝઘડો કરી પોતાના પર હુમલો કરવામાં આવ્યો હતો.

નાડોદાનગરના ભરતને અજાણ્યાએ ધોકાવ્યો

ખોખડદળ નદી પાછળ નાડોદાનગર-૭માં રહેતાં ભરત મંગાભાઇ સોલંકી (ઉ.૩૪)ને અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ધોકાથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી.

નવાગામમાં સુરેશસિંહને જૂગ્નુએ ઢીકા-પાટુ માર્યા

નવાગામ ગુજરાત ટ્રાન્સપોર્ટ પાસે સુરેશસિંહ રાજારામસિંહ રાજપૂત (ઉ.૩૩)ને જૂગ્નુ તથા બે અજાણ્યાએ ઢીકા-પાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં કુવાડવા પોલીસને જાણ કરાઇ હતી.

(3:09 pm IST)