Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

ચેક રિટર્નની ફરીયાદ સામે આરોપીએ કરેલ પોલીસ ફરિયાદમાં ધરપકડ સામે મનાઇ હુકમ

રાજકોટ તા. ૧૯ : ચેક ડિસઓનરની ફરીયાદ સામે આરોપીઓએ કરેલ પોલીસ ફરીયાદ અનુસંધાને ગુજરાત હાઇકોર્ટએ ધરપકડ તથા ચાર્જશીટ સામે મનાઇ હુકમ ફરમાવેલ છે.

તાજેતરમાં ધ્યાને આવેલ કિસ્સા મુજબ રાજકોટમાં રહેતા ઉર્વીબેન ઘીયાએ અમીબેન ભરતભાઇ વોરા, વા./ઓ. વિપુલભાઇ નવીનચંદ્ર અનડા સામે રૂ.૬,૦૦,૦૦૦/-નો ચેક ડિસઓનર થવા સબબ ફરીયાદ દાખલ કરેલ. જે તે ફરીયાદ મુજબ...પક્ષકારો વચ્ચે ઘનીષ્ટ મિત્રતાને કારણે ઓકોટોબર-ર૦૧૯માં આરોપીએ ફરીયાદી ઉર્વીબેન ઘીયા પાસેથી રૂ.૬,૦૦,૦૦૦/- ની રકમ મેળવેલ અને તે રકમ પરત કરવા માટે ઉર્વીબેન ઘીયાની તરફેણમાં અમીબેન અનડાએ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા, ઘંટેશ્વર શાખા, રાજકોટનો ચેક ઇશ્યુ કરી આપેલ. સદરહુ ચેક બેંકમાં રજુ કર્યેથી ડિસઓનર થયેલ. જેથી કાયદાના પ્રબંધો મુજબ નોટીસ આપવા છતાં ડિસઓનર થયેલ ચેકની રકમ આરોપી અમીબેન અનડાએ નહી ચુકવતા. રાજકોટ કોર્ટમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ.

ત્યારબાદ જુલાઇ-ર૦ર૦માં પોલીસ કમિશ્નરશ્રીની કે  પી.આઇ.શ્રીની સુચના વગર જે અરજી ભુતકાળમાં ફાઇલ થઇ ગયેલ છે, તે અરજી ફરી હાથ ઉપર લઇ, રૈયાધાર પોલીસ સ્ટેશનના તપાસનીસ અધિકારીએ ઉર્વીબેન ઘીયા તથા તેના પતિને બોલાવી, સમાધાન ન કરે તો ગુનો દાખલ કરવા માટે ધમકાવતા રાજકોટ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવવામાં આવેલ ત્યારબાદ અમીબેનના પતિ વિપુલ નવીનચંદ્ર અનડાએ ગાંધીગ્રામ-ર પો.સ્ટે.માં કાઉન્ટર બ્લાસ્ટ તરીકે મનીલેન્ડીંગ એકટ મુજબ ફરીયાદ નોંધાવેલ. ઉપરોકત મનીલેન્ડીંગ એકટ અન્વયેની ફરીયાદ અનુસંધાને ઉર્વીબેન તથા આશિષભાઇ ઘીયાએ ગુજરાત હાઇકોર્ટમાં કવોશીંગ પીટીશન કરતા, ગુજરાત હાઇકોર્ટએ આદેશ કરેલ છે કે અરજદારો સામે કોઅર્શીવ સ્ટેપસ લેવા નથી. તથા ઇન્વેસ્ટીગેટીંગ એજન્સી ગુજરાત હાઇકોર્ટની પુર્વ મંજુરી વગર ચાર્જશીટ ફાઇલ કરશે નહી તેવો આદેશ આપેલ છે.

ગુજરાત હાઇકોર્ટમાં અરજદાર આશીષભાઇ ઘીયા તથા ઉર્વીબેન ઘીયા વતી બ્રિજ વિ.શેઠ, તથા રાજકોટમાં વિકાસ કે. શેઠ, અલ્પા શેઠ, રાજદિપ દાસાણી, રાજ રતનપરા એડવોકેટ દરજ્જે રોકાયેલ છે.

(3:10 pm IST)