Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

દંપતિને ઢોરમાર મારવા અંગે પોલીસ કમિશ્નર સમક્ષ ફરિયાદ

રાજકોટ,તા. ૧૯: રાજકોટમાં રહેતા ધવલ વિનોદભાઇ કંસારા રહે. ભારતનગર, જીવરાજપાર્ક પાછળ, રાજકોટ વાળો મુ. બગદાણા ગામના ઘનશ્યામભાઇ પંડ્યાની સૃષ્ટિ સાથે પ્રેમ સંબંધ હોય બંને ઘણા સમયથી પીરચયમાં હોય ધવલ તથા સૃષ્ટિએ આજીવન સાથે રહેવાનું નકકી કરેલ અને શાસ્ત્રોક વિધીથી લગ્ન નોંધણી કરાવેલ જે અંગેની જાણ સૃષ્ટિના પિતાને થતા બગદાણાના પી.આઇ.ને આ અંગેની જાણ ઘનશ્યામભાઇ પંડ્યાએ કરેલ અને તેને સાથે લઇ રાજકોટ ક્રાઇમ બ્રાંચે આવેલ. ત્યાં. પી.એસ.આઇને મળેલ. પી.એસ.આઇએ ધવલ તથા સૃષ્ટિનું નિવેદન લેવાનું હોય તે બહાના હેઠળ બોલાવી ધવલને તા. ૧૩/૮/૨૦૨૦ના રોજ ઢોર માર મારેલ અને સૃષ્ટિને પણ માર મારેલ, ધવલને વિના કારણે ચાર કલાક જેલમાં પુરી દીધેલ અને સૃષ્ટિ પંડ્યાને પી.એસ.આઇ શાખાડાએ કહેલ કે આ છોકરો તારા લાયક નથી છુટાછેડામાં સહી કરી નાખ, સૃષ્ટિએ ના પાડતા ફરીવાર પી.એસ.આઇ શાખાડા તથા પી.આઇ. કાતરીયાએ બન્ને દંપતીને માર મારેલ બંને દંપતીએ કોઇ જ પ્રકારની સહીઓ કરેલ નથી. ફરી બોલાવે ત્યારે હાજર થવાની ધમકી આપી જવા દીધેલ.

આ બનાવ અંગે ધવલ વિનોદભાઇ કંસારાએ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલને લેખીત બનાવની જાણ કરેલ અને ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ વિરૂધ્ધ એ.સી.પી.ને તપાસ સોંપી ઘટતુ કરવાની ખાતરી આપેલ હતી.

(3:12 pm IST)