Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

અપહૃત બાળકોને શોધવા માટેની ડ્રાઇવમાં ફરેલો સ્કવોડ અને કુવાડવા પોલીસે બે સગીરાને શોધી

રાજકોટ,તા.૧૯ : શહેરના અલગ અલગ વિસ્તારોમાં અપહૃત બાળકો અને સગીર વયની દિકાીને શોધવા માટેની પોલીસ દ્વારા રાખવામાં આવેલી ડ્રાઇવમાં પેરોલ ફરેલો સ્કવોડ અને કુવાડવા રોડ પોલીસની ટીમે બે સગીરાને શોધી કાઢી હતી.

ગાંધીનગર ડીજીપી દ્વારા અપહરણ અથવા ગુમ થયેલા સગીરવયના બાળકોને શોધવા માટેની સ્પેશ્યલ ડ્રાઇવ રાખવા અંગે સૂચના આપવામાં આવતા શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ સગીરાના અપહરણ અને ગુમ થયેલ બાળકોને તથા આવા ગુનાઓમાં ભોગ બનનાર અને આરોપીને શોધવા માટેની તમામ પોલીસ મથક અને પેરોલ ()સ્કવોર્ડની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. જેમાં પેરોલ ()સ્કવોર્ડના પી.એસ.આઇ. એમ.એસ.અંસારી, એ.એસ.આઇ. જે.પી. મહેતા, હરપાલસિંહ, ધમેન્દ્રસિંહ, ()ભાઇ, બકુલભાઇ, દીગ્વીજય સિંહ, ()ભાઇ, ધીરેનભાઇ, જયદેવસિંહ, કિશોરદાન, મહમંદ()ભાઇ, ચંદ્રકાંતભાઇ, હીરાભાઇ, રાજુભાઇ તથા સોનાબેન અને ભુમીકાબેન સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે એએસઆઇ હરપાલસિંહ, ધમેન્દ્રસિંહ, બાદલભાઇ તથા બકુલભાઇને મળેલી બાતમીના આધારે તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણના ગુન્હામાં અપહૃત સગીરાને મહારાષ્ટ્રના જેઉર ગામમાંથી શોધી કાઢી તેના પરિવારજનોને સોંપી હતી.

જ્યારે બીજા બનાવમાં કુવાડવા પોલીસ મથકના પીઆઇ. એમ. સી.વાળા તથા હેડકોન્સ હિતેશભાઇ ગઢવી, કોન્સ. હરેશભાઇ સાદરીયા કુવાડવા પોલીસ મથકમાં નોંધાયેલા સગીરાના અપહરણના કેસમાં બે વર્ષથી ફરાર મહિપત ઉર્ફે કાળો સુરેશભાઇ સરવૈયા (ઉવ.૨૭) (રહે.માંડાડુંગર ગોકુળનગર)ને સંતકબીર રોડ પુલ પાસે છકડો રીક્ષામાંથી પકડી લીધો હતો. અને ભોગ બનનાર યુવતીને પણ શોધી કાઢી હતી.

(3:20 pm IST)