Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

પ્રભુ મહાવીર જન્મ વાંચન દિન

પર્યુષણ પર્વનો પાંચમો દિવસએ પ્રભુ મહાવીરનો જન્મકલ્યાણક દિવસ નથી. પરંતુ કલ્પસુત્રમાં કમશઃ વર્ણન આવતા ભગવાન મહાવીર સ્વામીનો જન્મવાંચન દિવસ છે.

આજે કલ્પસૂત્રનાં ત્રીજા અને ચોથા વ્યાખ્યાનમાં માતા ત્રિશલારાણીએ જોયેલા ૧૪ સ્વપ્નો પૈકી શેષ ૧૦ સ્વપ્નોનું વર્ણન કરવામાં આવે છે. તે આ પ્રમાણે છે. ૫ ફુલની માળા, ૬ ચંદ્ર, ૭ સુરજ, ૮ ધજા, ૯ પૂર્ણ કળશ ૧૦ પદ્મ સરોવર ૧૧ રત્નાકર ૧૨ દેવવિમાન ૧૩ રત્નનો ઢગલો ૧૪ અગ્નિશિખા.

ભગવાન મહાવીર સ્વામીના પિતા સિધ્ધાર્થ મહારાજા સ્વપ્ન પાઠકોને બોલાવીને તેમનો સત્કાર કરી ૧૪ સ્વપ્નનાં ફળની પૃચ્છા કરે છે. અને સ્વપ્નપાઠકો કહે છે કે તીર્થકરનો જન્મ થશે.

આજે બપોરે ચતુર્વિઘ સંઘ પ્રભુનો જન્મ સાંભળવા ભેગો થશે. ગુરૂદેવના શ્રીમુખે સાંભળવા મળશે કે ચૈત્ર સુદ ૧૩ની મધ્યરાત્રિએ નવગ્રહો ઉચ્ચ સ્થાને પહોંચતા માતા ત્રિશલા પ્રસન્ન વાતાવરણમાં પુત્રને જન્મ આપે છે. તે સાંભળતા લોકો ઝૂમશે અને નાળિયેર વધેરશે.

પ્રભુના શાસન પામવાના આનંદથી શ્રીફળ વધેરનાર સંકલ્પ કરે છે. જિનશાસનની રક્ષા માટે શ્રીફળની જેમ અમે માથું આપશું પણ પાછા નહિ હઠીએ.

આજે ઘોડીયા પારણાનો ચઢાવો બોલનાર પોતાના ઘરે વાજતે -ગાજતે પ્રભુનું પારણુ લઇ જાય છે. રાત્રીમાં ત્યાં ભાવના થાય છે. અને સંાજના પ્રતિક્રમણમાં પ્રભુ મહાવીર સ્વામીનું હાલરડું બોલાય છે.પરંતુ આ વખતે કોવિડ-૧૯ની પરિસ્થિતીને કારણે દરેક શ્રાવક-શ્રાવિકોઓએ ઘરે રહીને જ ધર્મ આરાધાના કરવાની છે.

આ રીતે કલ્પસૂત્રના ૪ વ્યાખ્યાન પૂરા થયા.

પર્વાધિરાજ પર્યુષણ પર્વ

હિમાંશુ બી. દેસાઇ

 યુનિ. રોડ જૈન સંઘ,

રાજકોટ.

(3:15 pm IST)