Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

પ્રભુજીને પારણે ઝુલાવતા જૈનો

આજે પર્યુષણના પાંચમા દિવસે પ્રભુના જન્મકલ્યાણકના વાંચનનું દેરાસરોમાં કોરોના અંગે સરકારની ગાઇડલાઇનના નિયમોનું પાલન કરીને આયોજન કરવામાં આવેલ. પર્વાધિરાજ પર્યુષણના પાવન પર્વે શ્રી મણીયાર દેરાસર ખાતે પૂ. સાધ્વીજી શ્રી સૌમ્યપ્રજ્ઞાશ્રીજી મ.સા.ના શ્રીમુખેથી શ્રી કલ્પસુત્ર વાંચન દરમિયાન પ્રભુશ્રી મહાવીરનું જન્મ વાંચન કરવામાં આવેલ. માતા ત્રિશલાને આવેલ સ્વપ્નના દર્શન, વધાવવાના તથા પ્રભુજીને પારણામાં પધરાવી ઝુલાવવાનો લાભ શ્રીમતિ હર્ષાબેન હરીશભાઇ પડીયા પરિવાર તરફથી લેવામાં આવેલ. દેરાસરના કન્વીનર દીલીપભાઇ પારેખ તથા અરૂણભાઇ દોશી અને સતીષભાઇ મારવાડીએ સરકારી ગાઇડલાઇનનું પાલન કરી સમગ્ર વ્યવસ્થા કરેલ. (તસ્વીરઃ અશોક બગથરીયા)

 

(3:16 pm IST)