Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

આસ્થા સર્કલ પાસે મેલડી માના મંદિરના પટમાં તોડફોડ મામલે ૩ શખ્સો સકંજામાં

રાજકોટઃ શહેરની આસ્થા ચોકડી પાસે આંબેડકરનગર નજીક આવેલા શ્રી મેલડી માતાજીના મંદિરના પટાંગણમાં ગત મોડી રાતે ત્રણ શખ્સોએ ઘુસી તોડફોડ કરી હતીઃ સીસીટીવી કેમેરો પણ તોડી નાંખ્યો હતોઃ એ પછી સવારે પટાંગણમાંથી દારૂની ખાલી બોટલો, ડિસ્પોઝેબલ ડિશ સહિત મળતાં ધર્મપ્રેમીઓમાં રોષ ફેલાયો હતોઃ આવા કૃત્યની માલવીયાનગર પોલીસે તુરત તપાસ શરૂ કરી હતીઃ ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની રાહબરીમાં પીઆઇ એન. કે. ભુકણ અને ડી. સ્ટાફના વિજયસિંહ કે. ઝાલા સહિતે ૩ શખ્સો અજય અમુભાઇ રાઠોડ (રહે. મેઘમાયાનગર), કમલેશ મહેશભાઇ મુછડીયા (રહે. આંબેડકરભવન સામે) તથા અને સંકેત જેન્તીભાઇ રાઠોડ (રહે. આંબેડકરનગર)ને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છેઃ જો કે ખાલી દારૂની બોટલો પોતાની નહિ હોવાનું અને કોણ અહિ મુકી ગયું તે અંગે પોતે અજાણ હોવાનું રટણ કર્યુ છેઃ આ અંગે તપાસ થઇ રહી છેઃ મંદિરનું સંચાલન સંભાળનારાને હેરાન કરવા માટે આવું કરાયાની પણ પ્રાથમિક માહિતી બહાર આવી રહી છે

(4:24 pm IST)