Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

આજી નદીમાં ધસમસતો જળપ્રવાહઃ સોરઠિયાવાડી પુલ પર મેદની

રાજકોટઃ શહેરમાં ગઇકાલે સાંજે ધોધમાર વરસાદ પડતા આજીડેમ છલકાઇ ગયેલ. આજી નદીમાં પણ ભારે પુર આવ્યું હતું. સોરઠિયાવાડી ચોક અને ભાવનગર રોડ પરના અમૂલ સર્કલ વચ્ચે આવેલ પુલ પરથી નીચે નદીમાં ધસમસતો જળજથ્થો નિહાળવા અનેક લોકો પુલ પર થંભી ગયા હતા. રાજકોટમાં ચોમાસાનું આવું પ્રચંડ સ્વરૂપ કયારેક જ જોવા મળે છે.

(4:32 pm IST)