Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

આનંદ બંગલા ચોકનો અશોક ગાર્ડન ખંઢેર હાલતમાં : નિંભર તંત્ર જાગે

રાજકોટઃ શહેરમાં લોક ભાગીદારીથી અથવા મ.ન.પા.ના ખર્ચે બાલક્રિડાંગણો-બગીચાઓ વિકસાવવામાં આવે છે. અને તેની પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચાય છે પરંતુ બેદરકારીને કારણે આવા ક્રિડાંગણો અને બગીચાઓની જાળવણી થતી નથી પરિણામે તેની હાલત ખંઢેર થઇ જાય છે. આજ પ્રકારે મવડી આનંદ બંગલા ચોકમાં આવેલ અશોક ગાર્ડન ખંઢેર બની ગયો છે. તસ્વીરમાં તુટેલા ઝાડી ઝાંખરાની ગંદકી, ત્થા બાળકોને રમવાના હીંચકા-લપસિયા વગેરે તુટેલી હાલતમાં છે. આથી તંત્રની આ નિંભરતા અને બેદરકારી સામે લોકરોષ જોવા મળી રહ્યો છે.

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(4:39 pm IST)