Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

વોર્ડ નં. ૪ માં ભીમસિંહજી ડોડીયાની પ્રતિમા મુકવા રજુઆત

હલદીઘાટી મેવાડના વીર યોધ્ધા શ્રી ભીમસિંહજી ડોડીયાની પ્રતિમા શહેરના વોર્ડ નં. ૪ ના ગુરૂદેવ પાર્ક-ર પાસેના બગીચામાં મુકવા તેમજ બગીચાનું નામકરણ પણ 'વીર યોધ્ધા શ્રી ભીમસિંહજી ડોડીયા ગાર્ડન' રાખવા કરણી સેના દ્વારા માંગણી ઉઠાવવામાં આવી છે. આ અંગે રાજપૂત સમાજના આગેવાનોએ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઇ કાનગડ, ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણી, શહેર ભાજપ મહામંત્રી કિશોરસિંહ રાઠોડ, દંડક અજયભાઇ પરમાર, વોર્ડ નં.૪ ના નગર સેવક પરેશભાઇ પીપળીયા, સમાજ કલ્યાણ વિભાગના આશિષભાઇ વાગડીયાને રૂબરૂ મળી રજુઆત કરવામાં આવી હતી.

(4:41 pm IST)