Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

રાજકોટ રેસકોર્ષ મેદાનમા લોકમેળામાં અસામાજીક તત્વોને પાઠ ભણાવતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ

રાજકોટ: જન્માષ્ટમી પર્વ અંતર્ગત રાજકોટ શહેર રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજીત “આઝાદી લના અમૃત લોકમેળા”માં આવતા લોકો શાંતિથી હરીફરી શકે તે માટે અસરકારક પેટ્રોલીંગ રાખવા સુચના મળી હોઇ જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર વાય.બી.જાડેજા તથા પોલીસ ઇન્સ્પેકટર જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો લોકમેળામાં પેટ્રોલીંગમાં હોઇ જે દરમ્યાન અમુક અસમાજીક તત્વો તથા શંકાસ્પદ ઇસમો મળી આવતા તેઓને પાઠ ભણાવવામાં આવ્યો હતો.
શહેર પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવ તથા ખાસ પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ એહમદ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી (ક્રાઇમ)  ડો.પાર્થરાજસિંહ ગોહિલ તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી (ક્રાઇમ) ડી.વી.બસીયાની રાહબરીમાં ટીમો બંદોબસ્ત જાળવી રહી છે.

(3:44 pm IST)