Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

રાજકોટમાં કાલાવડ રોડ મટુકી હોટલની પાછળ. બાપા સીતારામ પાર્ક જે. કે. ટ્રેડીંગ ગોડાઉનમાં ક્રાઇમ બ્રાન્ચનો દરોડો: ૫૩૫૦૦ની રોકડ સાથે ૭ પકડાયા

પીઆઇ વી.કે.ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી.જે. જાડેજાની ટીમનો દરોડો

 રાજકોટઃ કાલાવાડ રોડ, મટુકી હોટલની પાછળ, બાપા સીતારામ પાર્ક, સર્વે નં.-૫૦, જે. કે. ટ્રેડીંગ નામના ગોડાઉનમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમી કોન્સ મહેશભાઇ ચાવડા, શકિતસિંહ વી.ગોહિલ તથા સ્નેહભાઇ ભાદરકાને મળતા દરોડો પાડી સાત શખ્સોને પકડી લઈ ગંજીપાના તથા રોકડા રૂા. ૫૩,૫૦૦ કબ્જે લેવાયા છે.

પકડાયેલા શખ્સોના નામ સરનામા આ મુજબ છે (૧)ચંદુ ઉર્ફે સંજય વલ્લભભાઇ ભુત-પટેલ ઉવ.૩૬ ધંધો- કેટરીંગનો રહે.રાજદીપ સોસાયટી, શેરી નં.-૩, ૪૦ ફુટ રોડ, રાજકોટ શહેર (ગોડાઉન માલીક) (ર)સંકેત ઉર્ફે જય બટુકભાઇ સાવલીયા-પટેલ ધંધો-ફુડ પેકેટનો રહે.૧૭૮, કસ્તુરી રેસીડેન્સી જીવરાજ પાર્ક, નાના મવા રોડ, રાજકોટ (3) પરેશ છગનભાઇ ગાજીપરા–પટેલ ઉવ.૪૪ ધંધો- ખેતી રહે.મારૂતી પાર્ક -૩, સત્ય હોસ્પીટલ રોડ પાસે, કાલાવાડ રોડ, સૌરાષ્ટ્ર યુની.વિસ્તાર, રાજકોટ (૪) નીતીન બચુભાઇ પાનસુરીયા-પટેલ, ઉવ.૪૦ ધંધો-પાણીના જગનો રહે.દ્વારકાધીશ સોસાયટી, શેરી નં.-૧, ગોકુલ ધામ, સોસાયટી પાછળ, " શ્યામ " મકાન મવડી, રાજકોટ (૫) કેતન લીંબાભાઇ વીરડીયા-પટેલ ઉવ. ૪૪ ધંધો-ખેતી રહે. નીકાવા ગામ, તા.કાલાવાડ (શીતળા) જી.જામનગર (૬) માવજીભાઇ બેચરભાઇ સાવલીયા-પટેલ ઉવ.૭૧ ધંધો-ખેતી રહે, નીકાવા ગામ, તા.કાલાવાડ (શીતળા) જી.જામનગર (૭) હરજીભાઇ નાગજીભાઇ કથીરીયા-પટેલ ઉવ.-૫૫ ધંધો- ખેતી રહે. કોઠા ભાડુકીયા ગામ, તા.કાલાવાડ શીતળા જી. જામનગર).

શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ એહમદ, ડીસીપી પ્રવિણકુમાર, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી ક્રાઇમ ડી.વી.બસીયાની સુચના મુજબ આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર વી. કે.ગઢવી, પોલીસ સબ ઇન્સ્પેકટર વી.જે.જાડેજા, એ.એસ.આઇ. રાજદિપસિંહ ગોહિલ, જયેશભાઇ નિમાવત, ચેતનસિંહ ચુડાસમા, હિતેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. ભરતસિંહ પરમાર, કોન્સ મહેશભાઇ ચાવડા, શકિતસિહ ગોહિલ, સ્નેહભાઇ ભાદરકા તથા કુલદિપસિંહ જાડેજાએ કરી છે.

(6:25 pm IST)