Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

પત્‍નિએ દારૂ પીવાની ના પાડતાં ઝઘડો થતાં સુનિલ ઝેર પી ગયો

લોધીકાના યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૯: લોધીકામાં કાળુભાઇની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્‍યપ્રદેશના સુનિલ જીથરાભાઇ ભુરીયા (ઉ.વ.૨૫) નામના યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી.

સુનિલના કહેવા મુજબ તે મુળ એમપીનો છે અને લોધીકા રહી ખેત મજૂરી કરે છે. પોતાને દારૂ પીવાની ટેવ હોઇ પત્‍નિ માધીએ ના પાડતાં બંને વચ્‍ચે ઝઘડો થતાં પોતે દવા પી ગયો હતો. પોલીસે તેનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(11:37 am IST)