Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

નવાગામ છપ્‍પનીયા ક્‍વાર્ટરમાં નીતા રાઠોડનો ઝેર પી આપઘાત

પતિ ઇમિટેશનનો માલ દઇને ઘરે આવ્‍યો ત્‍યાં પત્‍નિ ઝેર પીધેલી હાલતમાં મળતાં હોસ્‍પિટલે ખસેડી પણ જીવ ન બચ્‍યોઃ માસુમ પુત્ર મા વિહોણો થતાં કોળી પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૧૯: નવાગામમાં આવેલા છપ્‍પનીયા ક્‍વાર્ટરમાં રહેતી નીતાબેન ભૂપત રાઠોડ (કોળી) (ઉ.વ.૩૦) નામની પરિણીતાએ સાંજે ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહિ જીવ બચ્‍યો નહોતો.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જુણાચે  બી-ડિવીઝન પોલીસને કરી હતી. નીતાબેનના માવતર કુવાડવાના જેપુર ગામે રહે છે. તેણીને લગ્ન જીવન દરમિયાન એક પુત્રની પ્રાપ્‍તિ થઇ હતી. તે પતિ સાથે ઘર બેઠા ઇમિટેશનનું કામ કરતી હતી.

પતિ ભૂપતના કહેવા મુજબ પોતે સાંજે ઇમિટેશનનો માલ દઇને ઘરે આવ્‍યો ત્‍યારે પત્‍નિ દરવાજો ખોલતી નહોતી. ખુબ ખખડાવ્‍યા બાદ તેણે દરવાજો ખોલ્‍યો હતો અને તેણીએ ઝેરી દવા પી લીધી હોવાની ખબર પડતાં જ હોસ્‍પિટલે ખસેડી હતી. જો કે તેનો જીવ બચી શક્‍યો નહોતો. પત્‍નિએ આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે પોતે અજાણ હોવાનું તેણે કહેતાં પોલીસે તપાસ યથાવત રાખી છે. 

(11:37 am IST)