Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

પુત્રના વિયોગમાં ભગવતીપરાના દિપાબન ચોૈહાણેવાલ્‍મિકીવાડીમાં બહેનના ઘરે જઇ ઝેર પી લીધું

દોઢેક વર્ષ પહેલા તેણીના ૧૭ વર્ષના દિકરાનું મર્ડર થયું હતું

રાજકોટ તા. ૧૯: ભગવતીપરા સુખસાગર સોસાયટી-૫માં રહેતાં દિપાબેન પ્રકાશભાઇ બારૈયા (ઉ.વ.૪૨) નામના મહિલાએ રાત્રે દસેક વાગ્‍યે જામનગર રોડપ ર વાલ્‍મિકી વાડીમાં પોતાના બહેન આશાબેન રમેશભાઇ જેઠવાના ઘરે ઉંદર મારવાની દવા પી લઇ આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતાં.

બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જૂણાચે પ્ર.નગર પોલીસ સ્‍ટેશનમાં જાણ કરી હતી.  દિપાબેન છુટક સફાઇ કામ કરે છે અને તેમના પતિ પણ સફાઇ કામદાર છે. પરિવારજનોએ કહ્યું હતું કે દિપાબેનને સંતાનમાં એક પુત્રી છે, જ્‍યારે સતર વર્ષના દિકરાનું દોઢેક વર્ષ પહેલા થોરાળા પોલીસની હદમાં મર્ડર થઇ ગયું હતું. ત્‍યારથી તેઓ સતત દિકરાના વિયોગમાં રહે છે. ગઇકાલે તે બહેનના ઘરે બેસવા આવ્‍યા હતાં અને દિકરાની યાદ આવતાં આ પગલુ ભરી લીધું હતું.

(4:11 pm IST)