Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

રાજકોટના જેલ કેદીનું ધારાસભા ચૂંટણીનું ફોર્મ રદ...

અબ્‍દુલ કાદિર મહેબૂબ સૈયદે નવસારી બેઠક પર ઉમેદવારી કરેલ : રાજ્‍યના મુખ્‍ય જેલ વડા ડો. કે. એલ. ંએન. રાવ દ્વારા અકિલા સાથેની વાતચીતમાં સમર્થન...

રાજકોટ તા. ધૃણાસ્‍પદ ભાષણ કરવા બદલ નવસારી કલેકટરના આદેશ મુજબ પાસા અંતર્ગત રાજકોટ જેલમાં બંધ કેદી દ્વારા નવસારી વિધાનસભા બેઠક માટે જે ઉમેદવારી નોંધાવી હતી તે ફોર્મ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવતા આ જેલ કેદીનું ધારાસભ્‍ય બનવાનું સ્‍વપ્‍ન અધુરુ રહી ગયેલ છે.

સૂત્રોમાંથી સાંપડતા અહેવાલ મુજબ બંધારણીય જોગવાઇ મુજબ જે વ્‍યકિત ઉમેદવારી નોંધાવે તેવી વ્‍યકિત દ્વારા કલેકટર દ્વારા નિયુકત અધિકારીની સામે સોગંધ લેવાના હોય છે. ઉકત જેલ કેદી દ્વારા આવા સોગંધ લેવામાં આવ્‍યા ન હોવાથી ટેકનિકલ કારણોસર નવસારી કલેકટર તંત્રના જવાબદારો દ્વારા તેમનું ફોર્મ રદ કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.

ઉકત જેલ કેદીનું ફોર્મ રિજેક્‍ટ થવાના મામલે રાજ્‍યના મુખ્‍ય જેલ વડા ડો.કે.એલ.એન. રાવનો સંપર્ક સાધતા તેવો દ્વારા ટેકનિકલ મુદ્દે ફોર્મ રદ થયાની બાબતને સતાવાર રીતે સમર્થન આપ્‍યું છે. 

(3:12 pm IST)