Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

આનંદ બંગલા ચોકમાં સીટી બસે બૂલેટને ઠોકરે લેતાં ચાલક ફંગોળાતાં પગમાં ફ્રેકચર

બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયાઃ પોલીસમાં પ્રાથમિક નોંધ બાદ ઘરમેળે સમાધાન

રાજકોટઃ શહેરમાં સીટી બસ અને તેના ચાલકો અવાર-નવાર કોઇને કોઇ કારણોસર ચર્ચામાં આવતાં રહે છે. ગત સાંજે વધુ એક વખત સીટી બસની ઠોકરે બૂલેટ ચડી જતાં ચાલક ફંગોળાઇ જતાં પગમાં ફ્રેકચર થઇ ગયું હતું. ઇલેકટ્રીક સીટી બસ મવડી રોડ તરફથી ઓવર બ્રીજ તરફ આવી રહી હતી અને બૂલેટચાલક યોગી પાર્કના જયદિપસિંહ જાડેજા (ઉ.વ.૨૮) બસ સ્ટેશનથી મવડી ચોકડી તરફ જઇ રહ્યા હતાં ત્યારે આનંદ બંગલા ચોકમાં સીટી બસે સામેથી બૂલેટને ઠોકરે લેતાં ચાલક ફૂટબોલની જેમ ફંગોળાઇ જતાં પગમાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. બનાવ અંગે માલવીયાનગર પોલીસને હોસ્પિટલ ચોકી મારફત પ્રાથમિક નોંધ કરાવાઇ હતી. જો કે બાદમાં ઘરમેળે સમાધાન થઇ ગયું હોઇ ફરિયાદ નોંધાવાઇ નહોતી. અકસ્માતના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતાં. ઉપરની તસ્વીરમાં કઇ રીતે બૂલેટ ઠોકરે ચડે છે અને ચાલક ફેંકાઇ જાય છે તે દ્રશ્યો (રાઉન્ડ કર્યા છે તે) તથા નીચેની તસ્વીરમાં બસ-બૂલેટ અને એકઠા થયેલા લોકો જોઇ શકાય છે.

(3:15 pm IST)