Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

દારૃ પી તાપણા પાસે સુઇ ગયેલો મુકેશ દાઝી ગયો

સિતારામનગરનો દેવીપૂજક યુવાન સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૯: ભાવનગર રોડ પર રાજમોતી મીલ પાછળ સિતારામનગર-૫માં રહેતો અને કચરા વીણી ગુજરાન ચલાવતો મુકેશ મણીલાલ લોલારીયા (દેવીપૂજક) (ઉ.વ.૩૫) રાતે દારૃનો નશો કરી તાપણું કરીને બાજુમાં સુઇ ગયો હતો. ભાનમાં આવ્યો ત્યારે દાઝેલી હાલતમાં હોઇ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.

મુકેશ ચાર ભાઇમાં બીજો છે અને તેના છુટાછેડા થઇ ગયા છે. માતા-પિતા કોઇ હયાત ન હોઇ એકલો રહી કાગળ કચરા વીણી ગુજરાન ચલાવે છે. દરરોજ નશો કરવાની આદત હોઇ ગત રાતે પણ પીધા બાદ તાપણુ કરીને બાજુમાં સુઇ ગયો હતો અને ઉંઘમાં તાપણમાં પડી જતાં દાઝી ગયો હતો.

(3:16 pm IST)