Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

કલેકટર -ઓબ્‍ઝર્વર દ્વારા ૧૩ હજારના ચૂંટણી સ્‍ટાફનું બીજુ રેન્‍ડમાઇઝેશન થયું : ત્રીજામાં બુથ નક્કી થશે

સ્‍ટાફની યાદી લોક કરી નખાયાનું જણાવતા કલેકટર : કોઇના નામો રદ નહીં થાય

રાજકોટ તા.૧૯: જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરુણ મહેશ બાબુ અને રાજકોટ જિલ્લાના આઠ વિધાનસભા મત વિસ્‍તારના જનરલ ઓબ્‍ઝર્વરશ્રીઓની ઉપસ્‍થિતિમાં આજરોજ કલેકટર કચેરી ખાતે દ્વિતીય સ્‍ટાફ રેન્‍ડમાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

કલેકટરે અકિલા'ને જણાવેલ કે ચૂંટણી સ્‍ટાફની યાદી લોક કરી દેવાઇ છે. હવે કોઇના નામો નહીં નીકળે. પ્રથમ રેન્‍ડમાઇઝેશનમાં ચૂંટણી કામગીરી માટે જે સ્‍ટાફના ઓર્ડર થયેલા હતા તેઓનું પ્રથમ રેન્‍ડમાઈઝેશન કરવામાં આવ્‍યું હતું. જેમાં સ્‍ટાફને વિવિધ હોદ્દાઓ ફાળવવામાં આવ્‍યા હતા. જયારે આજે દ્વિતીય સ્‍ટાફ રેન્‍ડમાઇઝેશન દ્વારા પ્રિસાઈડિંગ ઓફિસર, પ્રથમ પોલિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર અને ફિમેલ પોલિંગ ઓફિસરના વિધાનસભા વિભાગ નક્કી કરવામાં આવ્‍યા છે.

ઉલ્લેખનીય છે કે હજુ ત્રીજીવાર સ્‍ટાફ રેન્‍ડમાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેના દ્વારા પ્રિસાઈડિંગ ઓફિસર, પ્રથમ પોલિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર અને ફિમેલ પોલિંગ ઓફિસરની ટીમને ક્‍યાં મતદાન મથક પર ફરજ બજાવવાની રહેશે તે સુનિશ્ચિત કરવામાં આવશે. આ પ્રક્રિયામાં જનરલ ઓબ્‍ઝર્વરો શ્રી નીલમ મીણા, શ્રી સુશીલકુમાર પટેલ, શ્રી પ્રીતિ ગહેલોત, શ્રી મિથીલેશ મિશ્રા, શ્રી શિલ્‍પા ગુપ્તા, શ્રી વી.વી.જયોત્‍સના, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન ઠક્કર અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.જે.ખાચર ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:18 pm IST)