Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

સગીરા ઉપરના દુષ્કર્મના એટ્રોસીટી પોકસોના ગુનામાં આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ

રાજકોટ તા.૧૮: પોકસોના ગુન્હામાં આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરવાનો સેશન્સ કોર્ટ હુકમ કર્યો હતો

ગત તા.૨૭/૬/૨૦૨૨ના રોજ કોઠારીયા સોલવંટ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી લઇ જઇ તેના ઉપર દુષ્કર્મ આચરનાર આરોપી ચિરાગભાઇ ઉર્ફે કાનો પરેશભાઇ ચંદવાણીયા રહે.શાપર (વેરાવળ) વાળાની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કરેેલ અને સદરહુ ગુનો એટ્રોસીટી તથા પોકસોનો હોય જેની તપાસ એસ.સી, એસ.ટી સેલ દ્વારા કરવામાં આવેલ અને આરોપી સામે પુરતો પુરાવો મળી આવેલ તેથી અદાલતમાં આરોપી સામે ચાર્જશીટ કરવામાં આવેલ હતું.ચાર્જશીટ થયા બાદ આરોપીએ જેલમાંથી જામીન ઉપર છુટવા જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલા અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે આરોપી સામે સમાજ વિરોધી ગુન્હો છે. અને આવા સગીરાનાં અપહરણ કરીને દુષ્કર્મ આચરવાના ગુન્હાઓ વધતા જાય છે તેથી જો આરોપીને જામીન આપવામાં આવશે તો ફરી આવા ગુન્હા કરશે તેથી આરોપીની જામીન અરજી રદ કરવા માટે રજૂઆત કરેલ તે રજૂઆતને ધ્યાને લઇ સેસન્સ જજ શ્રીજે.ડી.સુથારે આરોપીની જામીન અરજી રદ કરેલ છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા

(3:19 pm IST)