Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

પ્રિન્‍ટીંગ પ્રેસમાં છાપકામ માટે ચૂંટણીલક્ષી ચોપાનીયા - ભીંતપત્રો અંગે કલેકટરનું જાહેરનામુ

રાજકોટ તા. ૧૯ : વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૨ અન્‍વયે રાજકોટ જિલ્લા તથા શહેરમાં તા. ૧ ડીસેમ્‍બરે પ્રથમ તબક્કાનું મતદાન યોજાનાર છે. આ ચૂંટણીને અનુસંધાને ચૂંટણી પંચ દ્વારા  ચૂંટણી સાહિત્‍યના મુદ્રણ માટે અમલમાં મૂકવામાં આવેલ આદર્શ આચારસંહિતા અન્‍વયે રાજકોટ જીલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ ફરમાવેલા આદેશો મુજબ કોઈ પણ પ્રિન્‍ટિંગ પ્રેસમાં છાપકામ માટે આવતા ચૂંટણીલક્ષી ચોપાનીયા કે ભીતપત્રો વગેરેમાં મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામાં, ફોન, મોબાઈલ નંબર અચૂક છાપવાના રહેશે.

આ સાહિત્‍ય છપાવવા માટે અંગત રીતે ઓળખતી હોય તેવી બે વ્‍યક્‍તિઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ આપીને છાપકામ કરાવવાનું રહેશે. આવા છાપકામની તેમજ એકરારપત્રની બે બે નકલો મુદ્રકને આપવાની રહેશે તથા લખાણ છપાયા પછી મુદ્રકે પ્રકાશક પાસેથી ત્રણ દિવસમાં લખાણની ત્રણ નકલ સાથે નિયત નમુનાના એકરારપત્રની ત્રણ નકલ જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રીની કચેરીને તથા સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીની કચેરીને મોકલી આપવાની રહેશે. આ આદેશો તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી રાજકોટ શહેર, રાજકોટ તાલુકા સહીત સમગ્ર રાજકોટ જિલ્લાના સમગ્ર વિસ્‍તારમાં લાગુ પડશે. જેનો ભંગ અથવા ઉલ્લંઘન ક્રરનાર શિક્ષાપાત્ર થશે.

 

(3:21 pm IST)