Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

જીજ્ઞેશ અકબરીને ચોરાઉ બાઇક સાથે ઝડપાયો

હેડ કોન્‍સ. કરણભાઇ મારૂ, કોન્‍સ. મહાવીરસિંહ ઝાલા અને અનોપસિંહ ઝાલાની બાતમી

રાજકોટ, તા., ૧૯: શહેરના મોટી ટાંકી ચોક પાસેથી પ્ર.નગર પોલીસે બાતમીના આધારે એક શખ્‍સને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ મોટી ટાંકી ચોક પાસે એક શખ્‍સ ચોરાઉ બાઇક સાથે ઉભો હોવાની પ્ર.નગર પોલીસ મથકના હેડ કોન્‍સ. કરણભાઇ મારૂ, કોન્‍સ. મહાવીરસિંહ ઝાલા, અને કોન્‍સ. અનોપસિંહ ઝાલાને બાતમી મળતા મોટી ટાંકી ચોક પાસેથી જીજ્ઞેશ રમેશભાઇ અકબરી (ઉ.વ.૩પ) (રહે. સુમંગલ સોસાયટી શેરી નં. ૪ કોઠારીયા રોડ)ને જી.જે. ૩ એફએફ ૧૯૦૩ નંબરના ચોરાઉ બાઇક સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી. જીજ્ઞેશ અગાઉ વાહન ચોરીના ત્રણ ગુનામાં પકડાઇ ચુકયો હતો. આ કામગીરી પીઆઇ આર.ટી.વ્‍યાસના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એ.ખોખર,  એ.એસ.આઇ. વરૂ, હેડ કોન્‍સ. યુવરાજસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, અશોકભાઇ હુંબલ, અનોપસિંહ તથા જયેન્‍દ્રસિંહ દ્વારા કરવામાં આવી હતી.

(3:47 pm IST)