Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

આજે બોલિવૂડ સેલેબ્રીટી અનુપ સોની અને નિવેદિતા ભટ્ટાચાર્ય બાલીગંજ ૧૯૯૦ નાટક લાઈવ ભજવશે

આજે રાત્રે ૯:૩૦ વાગ્‍યે હેમુ ગઢવી હોલ ખાતે એક માત્ર શોઃ ટિકિટ સ્‍થળ ઉપર પણ ઉપલબ્‍ધ અથવા કોલઃ ૯૦૨૩૨ ૮૨૪૦૭

રાજકોટઃ અંતે રાજકોટમાં સારા કલાસ નાટકો ભજવવાનો ટ્રેન્‍ડ લયમાં આવ્‍યો ખરો ! વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ નું બોલિવૂડ સેલેબ ફીચર કરતુ નાટક બાલીગંજ ૧૯૯૦ને લોકોનો ખુબ સારો પ્રતિસાદ મળ્‍યો છે. ક્રાઇમ પેટ્રો ફેઈમ અનુપ સોની અને કહાની ઘર ઘર કી ફેઈમ નિવેદિતા ભટ્ટાચાર્ય અભિનીત અને અતુલ સત્‍યા કૌશિક દિગ્‍દર્શિત અને લિખિત આ એક હિન્‍દી સસ્‍પેન્‍સ થ્રિલર છે જે રાજકોટને દરેક વળાંકે આંચકો આપશે !

સસ્‍પેન્‍સ એ નાટકના ક્ષેત્રોમાં થોડો ઓછો ખેડાયેલો વિષય છે. અને તેમાં પણ આવા સસ્‍પેન્‍સ નાટકો બોલિવૂડ ના દિગ્‍ગજ ભજવતા હોય તો રાજકોટ, જોવાની મજા તો પડવાની જ.

નાટક ની સ્‍ટોરી વિષે વાત કરીએ તો  નાટકનું નામ,  કલકત્તાના ૧૯૯૦ના સમયના એક વિસ્‍તાર બાલીગંજ ઉપર આધારિત છે. કાર્તિક અને વાસુકી દસ વર્ષો સુધી પ્રેમમાં રહ્યા પછી છુટ્ટા પડે છે કારણ કે કાર્તિક મુંબઈ ચાલ્‍યો જાય છે. પાછળ થી વાસુકી કલકત્તાના એક પ્રખ્‍યાત પેઈન્‍ટરને પરણી  જાય છે. કહાની શરુ થાય છે જયારે એની વર્ષો પછી ફરી વાર મળી જાય છે અને દુર્ગાપૂજાની આગલી સાંજે વાસુકી કાર્તિક ને પોતાના ઘરે કોફી પીવા આમંત્રિત કરે છે. કાર્તિકને ખબર છે કે વાસુકી હવે પરણિત છે અને તે તેનો મિત્ર બની શકે છે પરંતુ વાસુકીને આヘર્ય થાય છે કે પોતાની આંખો માં એ જ જૂની પ્રેમ વેદના કાર્તિક વાંચી  નથી શકતો જયારે કાર્તિકને આヘર્યએ વાતનું છે કે વાસુકીની આંખોમાં હજુ પણ એ જ પ્રેમ ચિનગારી છે જે બંને પ્રેમી હતા ત્‍યારે હતી! શરૂઆતની હળવી પળો  પછી નાટક વન  બાય  વન નવા નવા વળાંકો લેવાનું શરૂ કરે છે. દરેક સંવાદએ પ્રેક્ષક એવું વિચારે છે કે હવે તો આવું જ કૈંક  હશે ને નીકળે છે કૈંક  નવું જ. અંત એવો અદ્‌ભુત  કે પ્રેક્ષક એ વિચાર્યું જ ના હોય!

નાટકની ઓળખ અતુલ સત્‍ય કૌશિકની લાક્ષણિકતાઓનો સ્‍ટેમ્‍પ પણ છે. અતુલ સત્‍ય કૌશિક એક એવા સુવિખ્‍યાત ડિરેકટર છે જેમણે  અનેક બોલિવૂડ સેલેબ્રીટીને લઇને નાટકો ભજવ્‍યા છે. ઉત્તમ સેટ, શ્રેષ્‍ઠ વાર્તા ગૂંથણી, ભવ્‍ય માહોલ અને લીડ રોલમાં એક પરફેકટ કાસ્‍ટ થયેલી સેલેબ્રીટીએ અતુલ સત્‍ય કૌશિકની લાક્ષણિકતા છે. તેઓ વિષે વધુ જાણવા આપ વિકિપીડિયા પણ જોઈ શકો છો.

રાજ બબ્‍બર, સુભાષ ઘાઈ , ડેવિડ ધવન, સતીશ કૌશિક, અલી અસગર, સ્‍મિતા બંસલ જેવા અનેક બોલિવૂડ દિગ્‍ગજોએ આ નાટકને દિલથી વખાણ્‍યું છે. તો રાજકોટ ફટાફટ ટિકિટ બુક કરાવો. ટિકિટ માટે ૯૦૨૩૨૮૨૪૦૭ અથવા ટિકિટ વિન્‍ડો પર પણ ટિકિટ ઉપલબ્‍ધ છે.

વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટના આ પ્રયોગમાં તેમના વડીલ અને અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને સમગ્ર અકિલા પરિવારનો સહકાર સાંપડ્‍યો છે. આ ઉપરાંત બાલીગંજ ૧૯૯૦ નાટકના સપોર્ટર્સ તરીકે પ્રભુ હાઈટ્‍સ,  માઇક્રો ફાઈન ઘરઘંટી, સાગર પાઇપ્‍સ એન્‍ડ ફીટીંગ્‍સ, કાઠિયાવાડી સ્‍વાદબંધુ, શેર-ઈટ ફૂડ્‍સ , હાથી મસાલા, કેરેટ લેન - તનિષ્‍ક જ્‍વેલરી, ગ્‍લોબલ આઈવીએફનો સહકાર સાંપડ્‍યો છે. 

  એકમાત્ર પ્રયોગ આજે ૧૯ નવેમ્‍બર, શનિવાર હેમુગઢવી હોલ ખાતે રાત્રે ૯:૩૦ વાગ્‍યાથી

ટિકિટ માટે મો.૯૦૨૩૨ ૮૨૪૦૭ અથવા ટિકિટ વિન્‍ડો પર પણ ટિકિટ ઉપલબ્‍ધ છે

(3:48 pm IST)