Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

આ વખતે પરિવર્તનનો પવન ફુંકાશે જઃ ઇન્‍દ્રનિલ

વોર્ડ નં.૫માં કોંગ્રેસના કાર્યાલયનું ઉદઘાટનઃ કોંગ્રેસના ઉમેદવારે કહયુ મોંઘવારીથી પ્રજાના હાલ બેહાલ, ભાજપ પ્રજાને મુર્ખ બનાવે છે

રાજકોટઃ શહેરના પૂર્વ મતવિસ્‍તારમાં સમસ્‍યાઓના ઢગલા છે ત્‍યારે આ વખતે લોકોને ઇન્‍દ્રનીલ રાજગુરુમાં એક સાચા લોકસેવકના દર્શન થઇ રહયા છે અને પ્રજામાં આશાનો નવો સંચાર થયો હોવાનું યાદીમાં જણાવાયુ છે. પણ ઇન્‍દ્રનીલ રાજગુરૂ જયારે આ વિસ્‍તારમાંથી ચૂંટણી લડયા હતા ત્‍યારે આ વિસ્‍તારે મોટી લીડ અપાવી હતી કાર્યાલયના ઉદઘાટન ઉપરાંત કોઠારીયા રોડ ઉપર સુતેલા હનુમાન મંદિર પાસેથી ગઇકાલે ભગવતીપરામાં રોડ શો યોજાયો હતો

મધ્‍યસ્‍થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ઇન્‍દ્રનીલ રાજયગુરૂએ અત્‍યારે પ્રજા જે સમસ્‍યાઓનો સામનો કરી રહી છે તે મોંઘવારી, ભ્રષ્‍ટાચાર, બેરોજગારી અને અસલામતી એ ભાજપ સરકારની દેન હોવાનું જણાવ્‍યુ હતું. છેલ્‍લા ૨૭ વર્ષના શાસનમાં ભ્રષ્‍ટાચારે માઝા મૂકી છે. પ્રજાના હાલ બેહાલ થયા છે અને ભાજપના નેતાઓ ખોખલા વિકાસના નામે પ્રજાને મૂર્ખ બનાવી રહયા છે.

તેમણે કહયુ કે, કાળજાળ મોંઘવારીને લીધે સામાન્‍ય પ્રજાના બે છેડા ભેગા થવા મુશ્‍કેલ થઇ ગયા છે અને આવા સમયે ભાજપના નેતા બુલેટ ટ્રેન અને સી પ્‍લેન ચલાવવાની વાતો કરી છે. ભાજપ સરકારે રેશન, કેરોસીન અને રાંધણ ગેસનો બાટલો મોંઘો કરી નાખ્‍યો છે. પેટ્રોલ ડીઝલના ભાવ પણ આસમાને ગયા છે અને ચૂંટણી પુરી થતાની સાથે જ ફરી તેમાં ભાવ વધારો કરવામાં આવશે તે પણ નકકી છે. આવી છાસવારે કમર તોડ ભાવ વધારો આપીને પ્રજાની કેડ ભાંગી નાખી છે.

 ભાજપના પાપે ગુજરાતમાં અને સારવાર પણ મોંઘા થયા છે. સરકારી નોકરીની પરીક્ષાના પેપર ફૂટયા છે રસોડા મોંઘા થયા છે. રોડ રસ્‍તાના કામોમાં બેફામ ભ્રષ્‍ટાચાર થયા છે આવી સ્‍થિતિમાં ગરીબ અને મધ્‍યમ વર્ગનું જીવન ડામાડોળ થઇ ગયુ છે. ત્‍યારે વિકાસના નામે મત માગવા નીકળેલા ભાજપના બેશરમ નેતાઓને સર્વત્ર જાકારો મળી રહયો હોવાનું જણાવેલ

કોંગ્રેસના મુસ્‍લિમ અગ્રણી રહીમ સોરાએ કહયુ કે ઇન્‍દ્રનીલ રાજગુરૂની રાજકોટ-૬૮ની ઉમેદવારીથી મુસ્‍લિમો માટે ઇદ અને હિંદુ માટે દિવાળી આવી હોય તેવો અનુભવ થઇ રહયો છે. છેલ્‍લા પાંચ વર્ષમાં આ  વિસ્‍તારના ધારાસભ્‍યએ કોઇ વિકાસ કામ કર્યા નથી અને પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડે છે.

આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ જીતેન્‍દ્રભાઇ રૈયાણી, હિતેષભાઇ લુણાગરીયા, દિનેશભાઇ લુણાગરીયા, રમેશભાઇ અણદારી, અશોકભાઇ ડોબરીયા, પ્રવિણભાઇ આંબલિયા, બેડીપરા રાજપુત સમાજના અગ્રણીઓ રમેશભાઇ ચૌહાણ, જયસુખભાઇ રાઠોડ, ધીરૂભાઇ રાઠોડ, જયેશભાઇ ડોડીયા, પ્રવિણભાઇ રાઠોડ, ગુર્જર કુંભાર જ્ઞાતિના અગ્રણી અરૂણભાઇ કાથડિયા, ભરવાડ સમાજના અગ્રણીઓ રૈયાભાઇ બાંભવા, ડાયાભાઇ ટોયટા, રાજુભાઇ ચાવડીયા, કોળી સમાજના અગ્રણી કિરણભાઇ રાતોજા, દલિત સમાજના અગ્રણી બાબભાઇ ડાભી, મોહનભાઇ સોજીત્રા, મેઘજીભાઇ રાઠોડ, ભરતભાઇ પીપળીયા, રમેશભાળ ચંપાલ, રાજારામ પડલકર, સંજંયભાઇ બલર, બ્રાહ્મણ સમાજના અગ્રણી નરેન્‍દ્રભાઇ જટાશંકર જોશી, આહિર સમાજના અગ્રણી જશાભાઇ સોનારા, વાળંદ સમાજના અગ્રણી દિનેશભાઇ ભટ્ટી, મરાઠા સમાજના અગ્રણી સંજયભાઇ બાબર, માણેકભાઇ રાવતલે, અશોકભાઇ માને, ખોજા સમાજના અગ્રણી સંદિપભાઇ ભોમાણી, વાણંદ સમાજના હિતેશભાઇ ભટ્ટી, બોરીચા સમાજના અગ્રણી ઇન્‍દ્રજીત બોરીચા, સગર સમાજના અગ્રણી પ્રતાપભાઇ બેલડીયા, વોરા સમાજના અગ્રણી શબ્‍બીરભાઇ માંકડા અને સૈફુદીનભાઇ વ.પંચાલ સમાજના અગ્રણી રમેશભાઇ પંચાલ, વોર્ડ નંબર ૫ના પ્રમુખ દીપકભાઇ મકવાણા, તુષાર નંદાણી, રણછોડભાઇ સાકરીયા, હરદીપ રાઠોડ, મેઘજીભાઇ રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા તેમ એક યાદીમાં જણાવાયુ છે. 

(3:49 pm IST)