Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

સંજીવની ભેલાંદેને યુટ્‍યુબ પર મળ્‍યા છે મિલિયન્‍સ વ્‍યુઝ...!

તાલતરંગ કલબમાં આજે જ મેમ્‍બરશીપ મેળવોઃ ૧૧ ડિસેમ્‍બરે હેમુ ગઢવી હોલમાં ‘‘સંજીવની''ના કંઠનો જાદુ છવાઈ જશે : દોઢ દાયકાનો અનુભવ : ઓલ બોલીવુડ ઇવેન્‍ટના ભારતી નાયક દ્વારા તમામ પ્રકારના મ્‍યુઝીકલ શો અને ઇવેન્‍ટસનું આયોજન : અચૂક લાભ લ્‍યો

રાજકોટઃ કોકિલ કંઠ ધરાવતી કોમળ ગાયિકા સંજીવની ભેલાંદેને આજે દુનિયા આખી ઓળખે છે. સંગીતના સાગરમાં સંજીવનીએ જીવ રેડીને એક અદકેરૂ સ્‍થાન મેળવ્‍યું છે. કુમાર શાનુ, શાન, સોનું નિગમ વગેરે અનેક ગાયકો સાથે જેણે સાથ પુરાવ્‍યો છે. તેવી ગાયિકા સંજીવની રાજકોટવાસીઓને તેના સૂરોથી સજીવન કરવા આવી રહી છે. તેણીએ ૨૦૦૦ થી વધુ સ્‍ટેજ લાઇવ શો કર્યા છે. જયારે યુટ્‍યુબમાં તેના ફોલોઅર્સની સંખ્‍યા લાખોમાં છે.

સંજીવની ભેલાંદેની યુટ્‍યુબ ચેનલ તેના નામથી જ છે જેમાં તેના ૧૫૦,૦૦૦ થી વધુ સબ્‍સ્‍ક્રાઇબર્સ લાખો લાઇક્‍સ સાથે સેંકડો ફોલોઅર્સ બન્‍યા છે. તેના મધુર અવાજના ચાહકોએ તેને ખુબ પ્રેમ આપ્‍યો છે. તેના ઘણા વિડિયોને મિલિયન પ્‍લસ વ્‍યૂઝ પણ મળ્‍યા છે. ‘નિગાહેં મિલાનેકો' ગીતને ૫ મિલિયન વ્‍યુઝ, ‘આયેગા આનેવાલા' ૨.૫ મિલિયન, ‘આપકી નજરોને સમજા',  ‘ઝુમકા ગિરારે', ‘રાતકા સમા', ‘એક પ્‍યાર કા નગમા', ‘વાદા કરો નહીં છોડોગે', બધાને ૧ મિલિયનથી પણ વધુ વ્‍યૂઝ મળ્‍યા છે.

સોશ્‍યલ મીડિયામાં સંજીવનીના લાખો ચાહકો છે. સંજીવનીએ મરાઠી, ગુજરાતી, તેલુગુ, બાંગ્‍લા, મારવાડી વગેરે જેવી ૧૪ ભારતીય ભાષાઓમાં પ્‍લેબેક આપ્‍યું છે. જયારે નેપાળી ભાષામાં સંજીવની પાસે ૧૦૦ થી વધુ સુપરહિટ ગીતો છે. બોલિવૂડમાં પ્‍લેબેક આપનાર સંજીવની ભેલાંદે પાસે ટેલેન્‍ટની કોઈ કમી નથી. તેણીએ બે દાયકાથી વધુ સમયથી ગાયું છે, કાર્યક્રમો આપ્‍યા છે. અદભૂત અવાજની માલિક સંજીવની રાજકોટ આવી રહ્યા છે. તેઓ અલગ-અલગ ગીતોને બખુબી રજુ કરવાના છે. ઘણીવાર તેમને જોઈને લોકોને વિશ્વાસ કરવો મુશ્‍કેલ થઈ જાય છે કે તેઓ બેસ્‍ટ સિંગર છે કે બેસ્‍ટ ડાન્‍સર? બોલીવુડ ઇવેન્‍ટ અને તાજેતરમાં અન્‍વેષા, સારિકા સિંદ્ય અને સુદેશ ભોંસલેના હાઉસફુલ કાર્યક્રમથી જેની શરૂઆત થઇ છે તેવી ‘તાલ તરંગ  સંસ્‍થા'માં સભ્‍ય બનનારને બોલીવુડના ધુરંધર ગાયકોને સાંભળવાનો અમૂલ્‍ય અવસર મળશે. તાલ તરંગ સંસ્‍થામાં કપલ કે ગ્રૂપમાં સભ્‍ય બનવા ભારતીબેન નાયક (૯૮૯૨૬ ૨૫૭૬૮)નો વહેલા તે પહેલાના ધોરણે સંપર્ક કરી શકાય છે.

(3:50 pm IST)