Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

સહકારી બેંકના પ્રતિનિધિઓ સાથે જ્ઞાનેશકુમારની ચર્ચા ગોષ્ઠી

રાજકોટઃ સહકાર વિભાગ, ભારત સરકારના સચિવ જ્ઞાનેશ કુમાર આઇ.એ.એેસ. હાલમાં જ રાજકોટની મુલાકાતે આવેલ હતા. તે દરમિયાન તેઓ રાષ્ટ્રીય સહકારી અગ્રણી જયોતીન્દ્રભાઇ મહેતાના આમંત્રણથી રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની મુલાકાતે પધાર્યા હતા. મલ્ટી સ્ટેટ કોઓપ. બેંકના પ્રતિનિધિઓ સાથે તેમણે એક અનૌપચારિક બેઠક કરી હતી, જેમાં શ્રી જયોતીન્દ્રભાઇ મહેતા, નાગરિક બેંકના ચેરમેન શૈલેષભાઇ ઠાકર, વાઇસ ચેરમેન જીમ્મીભાઇ દક્ષિણી, પૂર્વ ચેરમેન કલ્પકભાઇ મણીયાર, પૂર્વ ચેરમેન નલિનભાઇ વસા, બેંકના સી.ઇ.ઓ. વિનોદકુમાર શર્મા તથા અન્ય ડિરેકટર્સ ઉપરાંત સિટિઝન્સ બેંકના એમ.ડી. હારિતભાઇ મહેતા સહિત અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. બેંક દ્વારા જ્ઞાનેશ કુમારનું અભિવાદન સ્મૃતિ ચિહન અર્પણ કરી કરાયુ હતું. સિટિઝન્સ બેંક દ્વારા પણ અતિથિનું પુષ્પ ગુચ્છ દ્વારા અભિવાદન કરાયુ હતુ સહકારી જગતના અગ્રણી અને નાફકબના અધ્યક્ષ જયોતીન્દ્રભાઇ મહેતાએ પોતાના વકતવ્યમાં સહકારી બેંકોને રિઝર્વ બેંક દ્વારા થતી હાલાકી વિશે રજૂઆત કરી હતા જ્ઞાનેશ કુમારે જણાવ્યુ હતુ કે જયારથી કેન્દ્ર ખાતે સ્વતંત્ર સહકારિતા વિભાગ રચના થઇ છે, ત્યારથી તેમણે તેના પ્રભાર સંભાળ્યો છે, તે વિભાગમાં સકારાત્મક હિલચાલ શરૃ થઇ છે સહકારી નેતાઓનું વલણ તેમને પોઝિટિવ જોવા મળ્યુ તેનો રાજીપો વ્યકત કર્યો હતો સમગ્ર બેઠક મૈત્રીપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઇ હતી

(3:54 pm IST)