Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

સાઈ સિલ્ક કલામંદિરને બજારમાંથી ભંડોળ એકત્ર કરવા માટે સેબીની મંજૂરી

રાજકોટઃ વુમન એથનીક વસ્ત્રોમાં અગ્રણી બ્રાન્ડ્સ જેમ કે કલામંદિર, વરામહાલક્ષ્મી સિલ્ક, કેએલએમ ફેશન મોલની પેરન્ટ કંપની સાઈ સિલ્ક કલામંદિર લિ.ને ત્ભ્બ્ દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે સેબીની મંજૂરી મળી છે. કંપનીએ બજારમાંથી રૃ. ૧૨૦૦ કરોડ એકત્ર કરવા માટે જુલાઈ, ૨૦૨૨ના મધ્યમાં ડીઆરએચપી ફાઇલ કર્યું હતું.

એસએસકેએલ એ દક્ષિણ ભારતમાં વુમન એથનીક વસ્ત્રો, મુખ્યત્વે સાડીઓના સૌથી મોટા રિટેલર્સમાંનું એક છે. વિવિધ ઉત્પાદનોની શ્રેણી દ્વારા ભારતની વાઈબ્રન્ટ સંસ્કૃતિ, પરંપરાઓ અને વારસાને ફેલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને એસએસકેએલ કલામંદિર, મંદિર, વરામહાલક્ષ્મી સિલ્ક અને કેએલએમ ફેશન મોલ નામના ચાર અલગ- અલગ ફોર્મેટ સ્ટોર્સ તેમજ ઈ- કોમર્સ ચેનલો દ્વારા કાર્ય કરે છે, જેમાં તેની પોતાની વેબસાઈટ અને અન્ય ઓનલાઈન ઈ-કોમર્સ માર્કેટપ્લેસનો સમાવેશ કરેલ છે. રૃા.૧૧૨૯ કરોડની આવક અને રૃા.૫૭.૬૯ની પીએટી જાહેર કરી હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:56 pm IST)