Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

રૈયા ટી.પી. સ્કીમની જમીનમાં મનપા દ્વારા હોસ્પિટલ બનાવવા કોંગ્રેસે અરજન્ટ દરખાસ્ત રજૂ કરી : ભાજપનો નનૈયો

સાધુ વાસવાણી રોડ પર તંત્રના હોસ્પિટલ અનામત પ્લોટમાં મનપા દ્વારા હોસ્પિટલ બનાવવા વિપક્ષ કોંગ્રેસ દ્વારા અરજન્ટ બિઝનેસ દરખાસ્ત મુકવા માંગ કરી તે વખતની તસ્વીરમાં વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી તથા કોર્પોરેટર વશરામ સાગઠિયા નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)
રાજકોટ તા. ૧૯ : આજે મળેલ મનપાના જનરલ બોર્ડમાં સાધુ વાસવાણી રોડ પર તંત્રના હોસ્પિટલ અનામત પ્લોટમાં મનપા દ્વારા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવા અરજન્ટ બિજન્ેસ દરખાસ્ત વિપક્ષ નેતા ભાનુબેન સોરાણી અને કોર્પોરેટર વશરામભાઇ સાગઠિયા દ્વારા મુકવામાં આવી હતી. આ દરખાસ્ત અંગે આવનાર સમયમાં નિર્ણય કરવામાં આવશે તેમ મેયર પ્રદિપ ડવે જણાવ્યું હતું.
વિપક્ષે રજુ કરેલ અરજન્ટ બિઝનેસ દરખાસ્તમાં જણાવ્યું હતું કે, શહેરમાં સાધુ વાસવાણી રોડ પર આવેલી ટી.પી. નં. ૪ રૈયા તા. ૩૦-૧૦-૧૯૯૩થી પ્રારંભિક તથા તા. ૧૯-૯-૧૯૯૫થી આખરી મંજુર થઇ અમલમાં આવેલ છે જે આખરી નગર રચના યોજના નં. ૪ રૈયાની દરખાસ્ત અનુસાર અંતિમખંડ નં. ૪૦૭ની જમીન ચો.મી. ૫૩૮૮.૦૦ રાજકોટ મહાનગરપાલિકાને 'હોસ્પિટલ'નાં હેતુ માટે અનામત જમીન તરીકે વર્ષ ૧૯૯૫માં રાખવામાં આવેલ છે. આ હોસ્પિટલ હેતુના અનામત પ્લોટ ઉપર અમદાવાદની જેમ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત વાડીલાલ સારાભાઇ હોસ્પિટલ બનાવવામાં આવેલ છે એવી રીતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવા માટે કરવામાં આવી હતી.


 

(3:21 pm IST)