Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

રાજકોટમાં રોજ પાંચ મહિલાઓ ઘરેલુ હિંસાનો શિકાર

મહિલા પોલીસ સ્ટેશનમાં ૨૦૨૧માં આવી ૧૭૨૩ અરજીઓ

રાજકોટ તા. ૨૦ : રાજકોટ શહેરમાં ૨૦૨૧માં રોજની લગભગ પાંચ મહિલાઓ ઘરેલુ હિંસાનો ભોગ બનીને પોલિસ પાસે અરજી કરવા જાય છે તેવું એક રિપોર્ટમાં કહેવાયું છે.

સીટી પોલિસ દ્વારા ઘરેલુ હિંસાની અરજીઓનું પૃથ્થકરણ કરીને આ પ્રકારના તૈયાર કરાયેલ પહેલા રિપોર્ટમાં આ વાત જાહેર થઇ છે. આ પ્રકારના કેસો મહિલા પોલીસ સ્ટેશન હેન્ડલ કરતું હોય છે. ૨૦૨૧ના ૧૧ મહિનામાં મહિલાઓ દ્વારા ૧૭૨૩ ફરિયાદો આવી છે કે તેમને ત્રાસ અપાય છે અને પતિ અને સાસરીયાઓ દ્વારા તેને હેરાન કરવામાં આવે છે.

એનાલીસીસ અનુસાર ફરિયાદ કરનાર મોટાભાગની મહિલાઓ ૨૬ થી ૩૦ વર્ષની હતી. પોલિસ અધિકારીઓએ કહ્યું કે, સૌથી વધુ ફરિયાદો એવી મહિલાઓની આવી હતી જેમના લગ્નને ૬ થી ૧૧ વર્ષ થઇ ગયા હોય. આ પ્રકારની અરજીઓ કુલ અરજીઓના ૨૯ ટકા એટલે કે ૪૩૯ જેટલી હતી. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા જણાવે છે.

જો કે ૨૦૧૯ના માર્ચમાં આવેલ લોકડાઉન પછી સમગ્ર ગુજરાતમાં ઘરેલુ હિંસાના કેસોમાં વધારો થયો છે. પોલિસનું તારણ છે કે મોટાભાગના કેસોમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડાનું મુખ્ય કારણ સાસરીયાઓનું તેમના લગ્નજીવનમાં ચંચૂપાત છે.

(10:08 am IST)