Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

વીજ તંત્રમાં ભૂકંપઃ જીબીઆના સેક્રેટરી બી. એમ. શાહ સહિત ૬ ઇજનેરો-૪પના સ્ટાફને કોરોના વળગ્યોઃ ચેકીંગ બંધ કરાયું

જામટાવરના ડે. ઇજનેર ભટ્ટ બીજી વખત ઝપટેઃ તમામ કચેરીમાં અરજદારોને હાલ નો એન્ટ્રી...

 

રાજકોટ તા. ર૦: રાજકોટ વીજ તંત્રમાં ભૂકંપ સર્જાયો છે, એકી સાથે ૪૬ જેટલા ઇજનેરો-સ્ટાફ-કર્મચારીઓને કોરોના વળગતા અનેક કચેરીઓ સુમસામ બની ગઇ છે, વીજ ચોરી સામેનું ચેકીંગો ૩ દિવસથી સ્થગિત કરી દેવાયું છે, દરેક સબ ડિવીઝન-ડિવીઝન-કોર્પોરેટ કચેરીમાં અરજદારોને હાલ નો એન્ટ્રી ફરમાવી દેવાઇ છે.

અધીકારી સુત્રોના કહેવા મુજબ જીબીઆના સેક્રેટરી જનરલ અને એકઝી. ઇજનેર શ્રી બી. એમ. શાહ અને તેમના પુત્રને કોરોના વળગ્યો છે, આ ઉપરાંત જામટાવર સબ ડિવીઝનના ડે. ઇજનેર શ્રી ભટ્ટ, જુનિયર ઇજનેર પી. એ. પટેલ, ડે. ઇજનેર એસ. ડી. ઝાલા, એકઝી. ઇજનેર ચીખીરસરીયા, જુનીયર કલાર્ક અમીન શુકલા તથા ૪૦ થી ૪પના સ્ટાફને કોરોના વળગતા ભારે ફફડાટ ફેલાયો છે, વીજ કર્મચારીના એક અધીકારીનું આખુ ફેમેલી કોરોનાગ્રસ્ત બન્યું છે, તમામ હોમ આઇસોલેશન હોવાનું જાહેર કરાયું છે.

(12:43 pm IST)