Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

નહેરૂનગરનો ભૂપત બાંભવા ૨૭ હજારના દારૂ સાથે પકડાયો

માલવીયાનગર પોલીસે ઘર નજીકથી દબોચી લીધો

રાજકોટ તા. ૨૦: નાનામવા રોડ માલધારી ચોક પાસે નહેરૂનગર પ્રાઇવેટ શેરી નં. ૫માં રહેતાં ભૂપત લાલાભાઇ બાંભવા (ઉ.૨૫)ને ડી. સ્‍ટાફના કુલદિપસિંહ જાડેજા અને હરપાલસિંહ જાડેજાની બાતમી પરથી માલધારી ચોકમાંથી રૂા. ૨૭ હજારના ૫૪ બોટલ દારૂ સાથે પકડી લેવાયો છે.

ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે બાતમી મળતાં દરોડો પાડવામાં આવ્‍યો હતો. સીપી, જેસીપી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની સુચના અને પીઆઇ કે. એન. ભુકણની રાહબરીમાં પીએસઆઇ વી. કે. ઝાલા, હેડકોન્‍સ. મસરીભાઇ ભેટારીયા, કમલેશભાઇ મોરી, દિગપાલસિંહ જાડેજા, કોન્‍સ. અંકિત નિભાવત, રોહિત કછોટ, હિતેષ અગ્રાવત સહિતે આ કામગીરી કરી હતી. ભૂપત દારૂ ક્‍યાંથી લાવ્‍યો? કોને આપવાનો હતો? તેની તપાસ થઇ રહી છે.

(2:37 pm IST)