Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

આર્મ્‍સ એકટ-ધમકી-હત્‍યાની કોશિષના ગુનામાં આરોપીના હાઈકોર્ટમાં જામીન મંજુર

રાજકોટ, તા. ૨૦ :. હત્‍યાની કોશિષ, ધમકી અને આર્મ્‍સ એકટના ગુનામાં હાઈકોર્ટે આરોપીની જામીન અરજી મંજુર કરી હતી.
આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના આરોપી રઘુભાઈ ભનુભાઈ ધાંધલ અમરેલી-સોમનાથ એસ.ટી. બસમા ડ્રાઈવર હોય અને આ કામના ફરીયાદી મનોજભાઈ ખોરસીયાને ચાલુ બસે ગાળાગાળી કરેલ અને માથાકુટ કરેલ અને તે બાબતનો ખાર રાખી આરોપી રઘુભાઈ ભનુભાઈ ધાંધલે આ કામના ફરીયાદી મનોજભાઈ ખોરસીયાને સાહેદ ધનસુખભાઈની દુકાનમાં લઈ જઈ માર મારી મારી નાખવાના ઈરાદે બે રાઉન્‍ડ ફાયર કરી ઢીકાપાટુ મારી તથા દુકાન માલિક ધનસુખભાઈને પણ લોખંડના પાઈપથી મા.સા.ના ટાયરથી બેસવાના લોખંડના પાટલાથી માર મારવાની ફરીયાદ અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનમાં ભારતીય ફોજદારી ધારાની કલમ ૩૦૭, ૩૨૪, ૨૮૬, ૫૦૪, ૫૦૬(૨), ૧૨૦-બી, ૩૪ તથા આર્મ્‍સ એકટની કલમ ૨૫(૧)(એ)(બી), ૨૭.૩૦ તથા જી.પી. એકટની કલમ ૧૩૫(૧) મુજબનો ગુન્‍હો દાખલ થયેલ.
આ કામે મુખ્‍ય આરોપી રઘુભાઈ ભનુભાઈ ધાંધલે અમરેલીની સેશન્‍સ અદાલતમાં જામીન ઉપર મુકત થવા અરજી દાખલ કરેલ પરંતુ આરોપી રઘુભાઈ ભનુભાઈ ધાંધલ ઉપર અનેક ગુન્‍હાઓ હોય જેથી અમરેલીની સેશન્‍સ અદાલતે રઘુભાઈની જામીન અરજી ફગાવી દીધેલ જેનાથી નારાજ થઈને મુખ્‍ય આરોપી રઘુભાઈ ભનુભાઈ ધાંધલે ગુજરાત હાઈકોર્ટમાં જામીન ઉપર મુકત થવા માટે અરજી કરેલ હતી તે અરજી જે જામીન અરજીમાં આરોપીઓના એડવોકેટશ્રીની દલીલ તથા રજુ રાખેલ ઉચ્‍ચ અદાલતોના સિદ્ધાંતોને ધ્‍યાને લઈ આરોપી રઘુભાઈ ભનુભાઈ ધાંધલને નામ. હાઈકોર્ટ દ્વારા રેગ્‍યુલર જામીન મંજુર કરતો હુકમ ફરમાવેલ હતો.
આ કામમાં આરોપી રઘુભાઈ ભનુભાઈ ધાંધલ વતી એડવોકેટ તરીકે વિમલ એચ. ભટ્ટ, મનીષકુમાર સી. પાટડીયા, પંકજ જી. મુલીયા, પારસ જે. પારેખ, રૂષીલ આર. દવે તથા મદદમાં વિવેક પી. પારેખ, એ.એચ. કપાસી તથા હાઈકોર્ટમાં રથીન પી. રાવલ રોકાયેલા હતા.


 

(3:44 pm IST)