Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

લીમડો-ગળો-તુલસી-ગૌમૂત્રના અર્ક ૫૦૦ MLના રૂા. ૧૫૦

મોટા લીંબુ રૂા. ૨૫ના કિલોઃ ચમેલી-મોગરા-પારસ વગેરેના છોડ રૂા. ૨૦માં : મધ, એલોવેરા જેલ, હાથલા સરબત વગેરે રાહત દરે

રાજકોટ,તા. ૨૦: નવરંગ નેચર કલબ-રાજકોટ દ્વારા રવિવારે  લીંબડા, ગળો, તુલસી, ગૌમૂત્ર અર્ક મળસે તથા સેવંતી, ચમેલી, એરિકપામ, મોગરા, પારસ, મધુકામીની, લકી બાંબુ વગેરે રોપાઓ નું રૂ ૨૦ માં રાહત દરે વિતરણ થશે ઉપરાંત    વિવિધ જાતના ફુલછોડ, ગાય આધારિત વિવિધ ચીજવસ્‍તુઓ, એલોવેરા જેલ, હાથલા થોરનું સરબત (ફીંડલા સરબત), અળસીયા અને કોકોપીટનું ખાતર, પ્‍યોર મધ, પ્‍લાસ્‍ટિકના ચબુતરા (રૂપિયા ૧૦), માટીના પાણીના પરબ, દેસી ઓસડીયા, પંચામૃત, લીંબુ, લીંબુ આદુ, ઠંડાઇ, આંબડા વગેરેના પાવડર, ખજૂર (૧ કિલોના ૬૦ રૂા) લીલા નાળિયેરનો હલવો રાહતદરે મળશે.
વૃક્ષ પર પાકેલાં મોટા લીંબુ (૧ કિલો ના  ૨૫ રૂ લેખે) ખેડૂત જાતે વેચવા આવસે.  એક કિલો ખજૂર ૭૦ રૂ માં વેચાતી લઈ લોકો વધુ ખજૂર ખાતા થાય તેવા હેતુ થી એક કિલો ના ૬૦ રૂ લેખે રાહત દરે વેચાણ કરવામાં આવે છે. બહુનીયા, પેથોડિયા, કાજુ, બીગોનીયા અને ફલાય મેંગો વગેરે ફૂલછોડ ના રોપા નું રાહત દરે વિતરણ.  લીલા નાળિયેર નું રૂ ૩૦ માં રાહત દરે વિતરણ.
રીંગણી, મરચી અને ટમેટી ના ધરું (રોપા) (૧ રોપા ના ૩ રૂ) લેખે વેચાણ થાય છે. નાગરવેલ, મોગરો ક્રોટોન, રસૂલીયા, ગાર્ડનીયા, જાસૂદ, મરી, એરિકા પામ, લાલ અને મિક્‍સ કાશ્‍મીરી ગુલાબ, દિનકા રાજા, મધુકામીની, મધુમાલતિ, લીલી, ખટુંબરા વગેરે નું રોપા ના ૨૫ રૂ લેખે રાહત દરે વિતરણ. આંગણે વાવો શાકભાજી ને પ્રોત્‍સાહન મળે તે માટે રીંગણી, ટમેટી અને કોબી ના રોપાઓ મળસે સાથે સાથે વિવિધ જાત ના શાકભાજી ના બિયારણ નાના પેક માં મળસે.  ફૂલછોડઃકાશ્‍મીરી અને ઈંગ્‍લીશ ગુલાબ (૧૫ જાત ના રંગ વાળા) ના રોપાઓ તથા મોગરો, મયુર પંખ, રાતરાણી, ક્રીશ્‍મસ ટ્રી, એક્‍શ્‍ઝોરા, ક્રોટોન વિગેરે રાહત દરે મળશે. એલોવેરા જેલઃઅલોવેરા જયુસ અને સપ્ત્‌ચુર્ણ રાહત દરે મળશે. અળસીયા એ બનાવેલ ખાતર (૧ કિલો ના ૨૦ રૂ) નું વેચાણ થાય છે.
વાંચન અભિયાન - વધુમાં વધુ લોકો વાંચન તરફ વળે તે માટે સંસ્‍કારી સાહિત્‍ય ના પુસ્‍તકો પાછા આપવાની શરતે વિનામુલ્‍યે વિશ્વનિડમ ગુરુકુલમ તરફ થી આપવામાં આવસે.   ઓર્ગેનિક મગફળી ના તેલ(૧ ડબો ૧૫ લિટર, ૨૪૦૦ રૂ) નું વેચાણ.  આ બધુ ખેડૂતો અને અન્‍ય લાભાર્થીઓ વેચવા આવે છે તેને અમારી સંસ્‍થા જગ્‍યા અને પ્રચાર ની વ્‍યવસ્‍થા વિનામૂલ્‍યે કરી આપે છે.
કાર્યક્રમમાં  સોશ્‍યલ ડિસટન્‍સ નું પાલન અને માસ્‍ક ફરજીયાત છે. કાર્યક્રમ ૧૫૦ ફૂટ રીંગરોડ, અમીન માર્ગ નો ખૂણો,રાજકોટ ખાતે તા.  ૨૩/૦૧/૨૦૨૨ (દર રવિવાર) સમયઃ    સવારે ૮ થી ૧ યોજાશે. વધારે વિગતો માટે વી.ડી.બાલા મો. ૯૪૨૭૫૬૩૮૯૮નો સંપર્ક થઇ શકે છે.

 

(2:42 pm IST)