Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

કડવા પટેલ યુવાનના અકસ્માત મૃત્યુના કેસમાં વ્યાજ સહિત ૭૨ લાખનું વળતર મંજુર

રાજકોટ,તા.૨૦: કડવા પટેલ યુવાનના અકસ્માતમાં થયેલ મૃત્યુ બદલ વળતરના કલેઇમ કેશમાં રૂ. ૭૨,૯૪,૦૦૦નું વળતર મંજુર કરવામાં આવેલ હતું.

આ અકસ્માતની વિગત એવી છે કે, ગત તારીખ ૪-૧૧-૧૫ના રોજ પ્રાંતીજના વડવાસા ગામના પાટીયા પાસે સુખસાગર સોસાયટી-૯, મવડીમાં રહેતો કડવા પટેલ યુવાન જસ્મીન કાંતીલાલ ઘમસાણી કે જે મો.સા. ચલાવીને જઇ રહ્યો હતો ત્યારે એક બસ નં. આર.જે. ૨૭-પી.એ.૫૧૦૬ ના ચાલકે જસ્મીનભાઇને હડફેડે લઇ તેનું મોત નીપજાવેલ. જસ્મીનભાઇ તીર્થ એન્ટરપ્રાઇઝ નામે ઇલેકટ્રીક તમામ વસ્તુઓ (રેગ્યુલેટર, એલ.ઇ.ડી.લાઇટો)નું માર્કેટીંગ કરીને માસીક ૨૨,૩૬૩ આવક કમાતા હતા. જે આવક ગુજરનારના ગયા પછી બંધ થઇ ગયેલ અને આ આવકની નુકશાની વળતર સ્વરૂપે મેળવવા માટે ગુજરનારના પત્ની, માતા-પિતા વિ.ઓએ તુરંત જ રાજકોટના સીનીયર ધરખમ જાણીતા ધારાશાસ્ત્રીશ્રી રમેશભાઇ ઘોડાસરાનો સંપર્ક કરેલ.

ત્યારબાદ આ કેસમાં ધારાશાસ્ત્રી રમેશભાઇ ઘોડાસરાએ આખર સુધી વીમાકાુ. સાથે ફુલ ફાઇટ કરી કોર્ટમાં ગુજરનારના આઇ.ટી. રજુ કરી, ધારદાર દલીલો કરી આ કેસમાં જીત મેળવેલ અને આ કેસમાં આખરમાં ઉપરોકત બસની વીમાકાું. ઇફકો ટોકીયો સામે રાજકોટના એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજશ્રી ડી.કે.દવેએ અરજદારોને ૧ માસમાં ૪૭,૩૬,૫૯૨-૦૦ તેમજ આ કેસ છ વર્ષ ચાલેલ એટલે ૬ વર્ષનું વ્યાજ ૨૫,૫૭,૭૫૯ સહિત કુલ રૂ. ૭૨,૯૪,૦૦૦ ચુકવવા હુકમ કરેલ છે.

આ કામમાં અરજદાર વતી સીનીયર ધારાશાસ્ત્રીશ્રી રમેશ ઘોડાસરા, નીલ ઘોડાસરા તથા બીંદીયા ઘોડાસરા વિ.રોકાયેલા હતા.

(3:44 pm IST)