Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ભાજપ સરકાર ખુશહાલ ખેડૂત હરીયાળુ ગુજરાત સપનાને સાકાર કરે છે : મોહનભાઇ

રાજકોટ જિલ્લામાં પંચાયત હસ્તકના વિવિધ વિકાસકામોનો પ્રારંભ

રાજકોટ તા. ૨૦ : રાજકોટના સક્રિય સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર ના વરદ હસ્તે રાજકોટ જિલ્લાના વિવિધ ગામોમાં અનેક વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યો યોજવામાં આવ્યા હતા.

જેમાં રૂ. ૩૦ લાખના ખર્ચે નેશનલ હાઇવેથી તરઘડીયા એપ્રોચ રોડ, રૂ. ૩૦ લાખના ખર્ચે ડેરોઈ-ફાડદંગ રોડનું, ગઢકા આરોગ્ય કેન્દ્ર ખાતે પી.આઈ.યુ. દ્વારા મલ્ટીપર્પસ રૂમનું તથા મહિલાઓ માટે નવ નિર્મિત સ્મશાન સ્નાનઘાટનું ખાતમુહૂર્ત તથા સાંસદની ગ્રાન્ટમાંથી ફાળવેલ ગઢકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સેલ કાઉટર મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સેલ કાઉટર મશીનની ફાળવણીથી ગઢકા આસપાસના ગ્રામ્ય લોકોના મોટા ભાગના લોહી તથા યુરીનના રીપોર્ટ ગ્રામ્ય લેવલે જ થઇ જશે. ગ્રામ્ય લોકોને વધુ સુવિધા યુકત આરોગ્ય સેવાનો લાભ મળી રહેશે. જેમાં ડો. હાર્દિક પંડ્યા, ડો. તૃષા પંડ્યા, અમૃતલાલ રાદડિયા, કિરણભાઈ આટકોટીયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરોકત વિકાસના કર્યો  થવાથી ગ્રામ્ય લોકોમાં આનંદની લાગણી ફેલાય છે ગ્રામ્ય લોકોની સુખાકારીમાં વધારો થશે. તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારની વાહન વ્યવહારની સુવિધા વધુ સગવડતા અને સુવિધા યુકત બનશે.

આ અવસરે રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ પ્રકાશભાઈ કાકડિયા, રાજકોટ તાલુકા ઉપપ્રમુખ મહેશભાઈ (ગોલીડા), રાજકોટ જીલ્લા પંચાયત સદસ્ય સંજયભાઈ રંગાણી, રાજકોટ તાલુકા પંચાયત સદસ્ય નીલેશભાઈ પીપળીયા, રા.લો.સંઘના ડીરેકટર હંસરાજભાઈ પીપળીયા, રાજકોટ કિસાન મોરચાના પ્રમુખ મહેશભાઈ આસોદારીયા, તરઘડીયા સરપંચ સવજીભાઈ મકવાણા, માજી.ઉપસરપંચ રજનીભાઈ પરસાણા, તરઘડીયા સેવા સહકારી મંડળી ડીરેકટર લક્ષ્મણભાઈ પરસાણા, માજી સરપંચ તેજાભાઈ વાલાભાઈ કાકડિયા, પંચાયત સદસ્ય ભુરાભાઈ ઝાપડા, પંચાયત સદસ્ય ચતુરભાઈ સામજીભાઇ રામાણી, ખેડૂત અગ્રણી હિતેશભાઈ તેજાભાઈ કાકડિયા, ગામ અગ્રણી પુનાભાઈ બીજલભાઈ બોરીચા, ગામ આગેવાન ભુપતભાઈ લશ્કરી, કિશોરભાઈ આટકોટીયા, મહેશભાઈ (ગોલીડા), ડેરોઈ સરપંચ ચમનભાઈ સોજીત્રા, ફાડદંગ સરપંચ ગીરીશભાઈ કથીરિયા, શૈલેષભાઈ ગઢિયા, કેયુરભાઈ ઢોલરીયા, રા.લો. સંઘ ડીરેકટર ભીમજીભાઈ કલોલા,  મહેશભાઈ આસોદરિયા, રસીકભાઈ ખુંટ,  છગનભાઈ સખીયા, સંજયભાઈ મોલીયા, લીંબાભાઈ કાકડિયા, જેરામભાઈ કાકડિયા, છગનભાઈ સગપરીયા, રાજેશભાઈ સોજીત્રા, ભીમજીભાઈ કાકડિયા,  કમાભાઈ ચાવડા,  કલ્પેશભાઈ સોરઠીયા, માધવભાઈ પાનસુરીયા, કિશનભાઈ બથવાર, સંદીપ રામાણી, હરિભાઈ બોદર, નીલેશ ખુંટ, વગેરે મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો તેમજ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

(2:52 pm IST)