Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

પૂ. સોનલબાઇ મ.સ.ની ૬૪ની જન્‍મ જયંતિઃ સોનલ સદાવ્રત સંપન્‍ન

નાલંદા તીર્થધાર્મની સ્‍થાપનાને ર૪ વર્ષ તથા પૂ. ઇન્‍દુબાઇ મ. ચોક નામકરણને ૯ વર્ષ પૂર્ણ : સવારે નવકારશી તથા પ૦ રૂા.ની પ્રભાવનાઃ અનેક વસ્‍તુઓનું વિતરણ કરાયુ

રાજકોટ તા. ર૦ : ગો. સંપ્ર.ના સૌરાષ્‍ટ્રના સિંહણ પૂ. શ્રી ઇન્‍દુબાઇ મહાસતીજી તીર્થધામમાં સ્‍વરકિન્‍નરી પૂ. શ્રી સોનલબાઇ મહાસતીજીની ૬૪ મી જન્‍મ જયંતિ પ્રસંગે આજે સવારે સોનલ સદાવ્રત સમારોહ યોજાયો હતો. તેમાં જીવન જરૂરીયાતની અનેક વસ્‍તુઓનું વિતરણ સાથે બધાને રૂા. પ૦ ની પ્રભાવના કરવામાં આવેલ હતી. આજે સવારે નવકારશીનું આયોજન દિનેશભાઇ મહેતા તરફથી કરવામાં આવેલ.
નાલંદા તીર્થધામમાં છેલ્લા ર૦ વર્ષથી સોનલ સદાવ્રત અખંડ અવિરતપણે ચાલી રહ્યું છે. ઇન્‍દુબાઇ મહાસતીજી તીર્થધામ સ્‍થાપનાને આજે ર૪ વર્ષ પુર્ણ થયેલ છે. ઇન્‍દુબાઇ મહાસતીજી ચોકને આજે ૯ વર્ષ પૂર્ણ થયેલ છે.
પૂ. સોનલબાઇ મહાસતીજીને બધા સાધર્મિક બંધુઓ તથા ચંદ્રભકત મંડળ, શાલીભદ્ર સેવા ગ્રુપ, સોનલ સેવા મંડળ, સોનલ સહેલી મંડળ, સોનલ સેવા ટીમ, સોનલ સખી મંડળ, આદિ એ અભિનંદન પાઠવેલ હતાં.
છેલ્લા ર૦ વર્ષ થયા સોનલ સદાવ્રત, સોનલ સારવાર સહાય, સોનલ શૈક્ષણીક સહાય, સોનલ સેવા મંડળ, સોનલ સીનીયર સીટીઝન આ બધાનો આજે સ્‍થાપના દિન છે.
પૂ. શ્રી રંજનબાઇ મહાસતીજીએ સોનલબાઇ મહાસતીજીને આર્શીવચન આપતા ફરમાવ્‍યું હતું કે તમે શાસન અને સંપ્રદાય તેમજ ગુરૂની આન-બાન અને શાન વધારી આત્‍માનંદી બનો.
આ પ્રસંગે અશોકભાઇ દોશી, જયેશભાઇ માવાણી, નિલેશભાઇ શાહ, પ્રદીપભાઇ માવાણી, જયેશભાઇ સંઘાણી, ભુપેન્‍દ્રભાઇ મહેતા, જયેશભાઇ શાહ (અરિહંત ગ્રુપ), રાજુભાઇ મોદી, આદિ જંકશન યુવક મંડળ, પારસભાઇ મોદી, આદિ જીવદયા ગ્રુપએ ઉપસ્‍થિત રહી સેવા બજાવી હતી.
આજના વિતરણના પ્રદાતા લાભાર્થી પરિવારો આર. આર. બાવીસી પરિવાર, રીનાબેન જીતુભાઇ બેનાણી પરિવાર, હરેશભાઇ વોરા, જગદીશભાઇ, રેખાબેન, સંજયભાઇ, અમિતભાઇ આદિ હતાં.
અશોકભાઇ દોશી, શારદાબેન મોદી, દિનેશભાઇ મહેતા આદિ દાતાઓ તરફથી પ્રભાવના કરવામાં આવેલ. આજે દર્દીઓને સોનલ સારવાર સહાય રૂપે ઔષધ ધન આપવામાં આવેલ.
આ પ્રસંગે સત્‍કાર્ય સન્‍માન સમિતિના હોદેદારો રાકેશભાઇ ડેલીવાળા, નિતીનભાઇ મહેતા, દિપકભાઇ પટેલ, ધીરેનભાઇ ભરવાડા, અમીતભાઇ દેસાઇ, સુભાષભાઇ રવાણી, પ્રશાંતભાઇ ચોકસી, ચંદ્રકાન્‍તભાઇ શેઠ, પ્રવિણભાઇ કોઠારી, પ્રતાપભાઇ વોરા, સુશીલભાઇ ગોડા, આદિ હાજર રહી પૂ. સોનલબાઇ મહાસતીજીને વંદન સાથે અભિનંદન પાઠવેલ.

 

(3:18 pm IST)